વેસુ કેનાર રોડ પર મહિલાનાં ગળામાંથી ચેઈન સ્નેચિંગ
સુરત, 21 મે (હિ.સ.) : સુરતના વેસુ વિસ્તારમાં વહેલી સવારે મંદિર દર્શન કરવા જઈ રહેલી મહિલાના ગળામાંથી બાઈક સવાર બે તસ્કરોએ સોનાની ચેઇન ઝૂંટવી ફરાર થઈ જતા ચકચાર મચી છે. આ અંગે વેસુ વિસ્તારમાં રહેતી લલિતાબેન રમેશભાઈ રાખીએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજ
મહિલાનાં ગળામાંથી ચેઈન સ્નેચિંગ


સુરત, 21 મે (હિ.સ.) : સુરતના વેસુ વિસ્તારમાં વહેલી સવારે મંદિર દર્શન કરવા જઈ રહેલી મહિલાના ગળામાંથી બાઈક સવાર બે તસ્કરોએ સોનાની ચેઇન ઝૂંટવી ફરાર થઈ જતા ચકચાર મચી છે. આ અંગે વેસુ વિસ્તારમાં રહેતી લલિતાબેન રમેશભાઈ રાખીએ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, ગત સવારે 6 વાગ્યાથી 6:15 દરમિયાન લલિતાબેન પોતાના પાડોશી લતાબેન અને વિનીતાબેન શાહ સાથે ઓ.એન.જી.સી. કોલોની ફેઝ-2 નજીક આવેલા મહાદેવ મંદિરે દર્શન કરવા પગપાળા જઈ રહ્યા હતા. તે દરમિયાન કેનાલ રોડ ઉપર પાછળથી એક મોટરસાયકલ પર આવેલા બે અજાણ્યા શખ્સો અચાનક તેમની નજીક આવ્યા હતા. બાઈકની પાછળ બેઠેલા શખ્સે લલિતાબેનના ગળામાં પહેરેલી અંદાજે 25 ગ્રામ વજનની મશીન કટ ડિઝાઇનની સોનાની ચેઇન ઝૂંટવી લીધી હતી. ચેઇનની કિંમત અંદાજે રૂ.2 લાખ હોવાનું જણાવાયું છે. બનાવ બાદ બંને તસ્કરો બાઈક પર ફરાર થઈ ગયા હતા. આરોપીઓ પૈકી બાઈક ચલાવનાર શખ્સે સફેદ રંગનો શર્ટ પહેર્યો હતો જ્યારે પાછળ બેઠેલા શખ્સે બ્રાઉન રંગનો શર્ટ અને કાળા રંગનું પેન્ટ પહેર્યું હતું. પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ અને અન્ય આધારોના આધારે આરોપીઓને શોધવા તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande