
પાટણ, 21 મે (હિ.સ.) : પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના સરીયદ ગામના વતની કર્નલ નીતિન જોશીને તાજેતરમાં રક્ષા પદક અને સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા છે. લખનઉ આર્મી સેન્ટરમાં યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં રક્ષા સેવા પ્રમુખ જનરલ અનિલ ચૌહાણે તેમને આ સન્માન આપ્યું હતું.
વર્ષોથી દેશસેવામાં ફરજ બજાવતા કર્નલ જોશી તેમની શૂરવીરતા અને સાહસ માટે જાણીતા છે. તેમને ‘આઇસમેન’ અને ‘આર્યન બેન’ જેવા બિરુદો મળ્યા છે, જેના કારણે તેઓ ‘ગુજરાતના મિલ્ખાસિંહ’ તરીકે પણ ઓળખાય છે. કર્નલ નીતિન જોશીના આ સન્માનથી પરિવારજનો, મિત્રો અને સહઅધ્યાયીઓમાં ખુશીની લાગણી ફેલાઈ છે. દેશસેવામાં આપેલા યોગદાન બદલ તેમને આ ગૌરવપૂર્ણ સન્માન મળ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ