ગઢડા શહેરની 27 આંગણવાડીમાં નાના બાળકોને પૌષ્ટિક ફળોનું વિતરણ
બોટાદ, 21 મે (હિ.સ.) : ગઢડા શહેરના નગરપાલિકા વિસ્તારમાં આવેલી કુલ 27 આંગણવાડી કેન્દ્રોમાં નાના બાળકો માટે સેવાભાવી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બોટાદ જિલ્લા પંચાયત આઈસીડીએસના પ્રોગ્રામ ઓફિસર ડો. હસીનાબેન મન્સૂરીના માતૃશ્રીની પુણ્યતિથિ નિ
ભાવનગર


બોટાદ, 21 મે (હિ.સ.) : ગઢડા શહેરના નગરપાલિકા વિસ્તારમાં આવેલી કુલ 27 આંગણવાડી કેન્દ્રોમાં નાના બાળકો માટે સેવાભાવી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બોટાદ જિલ્લા પંચાયત આઈસીડીએસના પ્રોગ્રામ ઓફિસર ડો. હસીનાબેન મન્સૂરીના માતૃશ્રીની પુણ્યતિથિ નિમિતે યોજાયેલા આ કાર્યક્રમમાં આંગણવાડીમાં અભ્યાસ કરતા ભૂલકાઓને વિવિધ પૌષ્ટિક ફળોનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોના આરોગ્ય અને પોષણને ધ્યાનમાં રાખીને આયોજિત આ સેવા કાર્યને સ્થાનિક લોકો દ્વારા પ્રશંસા મળી રહી છે. કાર્યક્રમ દરમિયાન બાળકોને કેળા, સફરજન, ચીકુ સહિત વિવિધ પૌષ્ટિક ફળો આપવામાં આવ્યા હતા, જેથી તેમને પોષણયુક્ત આહાર મળી રહે અને સ્વસ્થ જીવન તરફ પ્રેરણા મળે.

આ પ્રસંગે ડો. હસીનાબેન મન્સૂરીએ જણાવ્યું હતું કે બાળકો દેશનું ભવિષ્ય છે અને તેમના સારા સ્વાસ્થ્ય માટે યોગ્ય પોષણ ખૂબ જરૂરી છે. સમાજના દરેક વ્યક્તિએ બાળકોના આરોગ્ય અને શિક્ષણ માટે યથાશક્તિ યોગદાન આપવું જોઈએ. માતૃશ્રીની પુણ્યતિથિને સેવાકીય કાર્ય સાથે જોડવાનો મુખ્ય હેતુ બાળકોમાં પોષણ અંગે જાગૃતિ લાવવાનો અને તેમને આરોગ્યપ્રદ આહાર પ્રત્યે પ્રોત્સાહિત કરવાનો હતો.

ફળ વિતરણ દરમિયાન બાળકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. નાના ભૂલકાઓ ખુશીપૂર્વક ફળો સ્વીકારી રહ્યા હતા ત્યારે સમગ્ર કાર્યક્રમમાં સ્નેહ અને માનવતાની ભાવના અનુભવાઈ હતી. આંગણવાડી બહેનો તથા સ્ટાફે પણ કાર્યક્રમને સફળ બનાવવા માટે પૂરતો સહયોગ આપ્યો હતો. સમાજમાં સેવાભાવ અને માનવતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડતી આ કામગીરીને ગઢડા શહેરમાં વ્યાપક સરાહના મળી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande