પરંપરાગત પાકોની સાથે 'વેલ્યુ એડિશન' અપનાવીને પોરબંદરના ધરતીપુત્રએ કૃષિ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે નવી કેડી કંડારી
પોરબંદર, 21 મે (હિ.સ.) : રાજ્ય સરકારના સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનને વેગ આપતા એક પ્રેરણાદાયી કિસ્સામાં, પોરબંદર જિલ્લાના ચોલીયાણા ગામના પ્રગતિશીલ પ્રાકૃતિક ખેડૂત ભાઈ ડાયાભાઈ ભોજાભાઈ ધોકિયાએ સંપૂર્ણ પ્રાકૃતિક પદ્ધતિથી ઘઉંના જવારા
પરંપરાગત પાકોની સાથે 'વેલ્યુ એડિશન' અપનાવીને પોરબંદરના ધરતીપુત્રએ કૃષિ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે નવી કેડી કંડારી.


પરંપરાગત પાકોની સાથે 'વેલ્યુ એડિશન' અપનાવીને પોરબંદરના ધરતીપુત્રએ કૃષિ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે નવી કેડી કંડારી.


પરંપરાગત પાકોની સાથે 'વેલ્યુ એડિશન' અપનાવીને પોરબંદરના ધરતીપુત્રએ કૃષિ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે નવી કેડી કંડારી.


પરંપરાગત પાકોની સાથે 'વેલ્યુ એડિશન' અપનાવીને પોરબંદરના ધરતીપુત્રએ કૃષિ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે નવી કેડી કંડારી.


પોરબંદર, 21 મે (હિ.સ.) : રાજ્ય સરકારના સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનને વેગ આપતા એક પ્રેરણાદાયી કિસ્સામાં, પોરબંદર જિલ્લાના ચોલીયાણા ગામના પ્રગતિશીલ પ્રાકૃતિક ખેડૂત ભાઈ ડાયાભાઈ ભોજાભાઈ ધોકિયાએ સંપૂર્ણ પ્રાકૃતિક પદ્ધતિથી ઘઉંના જવારા (વીટગ્રાસ) નો પાવડર બનાવીને આરોગ્ય અને કૃષિ ક્ષેત્રે નવી કેડી કંડારી છે. આ પાવડર સેકન્ડ સ્ટેજ કેન્સર, ઓબેસિટી (મેદસ્વિતા) અને થેલેસેમિયા જેવા ગંભીર રોગો સામે લડવામાં મદદરૂપ સાબિત થઈ રહ્યો છે.

ડાયાભાઈના જણાવ્યા અનુસાર, તેઓ પ્રકૃતિના સિદ્ધાંતોને અનુસરીને શિયાળાની શરૂઆતમાં ઘઉંની વાવણી કરે છે. બીજને વાવતા પહેલાં 'બીજામૃત'નો પટ આપવામાં આવે છે અને જમીનમાં માત્ર એક જ વાર 'જીવામૃત' ઉમેરાય છે. અંકુરણ (કોટો) ફૂટવાના સમયે છોડને ચંદ્રનો પ્રકાશ (અંજવાળિયું) મળે તે રીતે આયોજન કરાય છે. 35 દિવસના પાક બાદ જવારાને હાથથી વીણી, લીલાશ જળવાઈ રહે તે રીતે છાંયડે સુકવીને 2.5 મહિનામાં કોઈ પણ કેમિકલ, કલર કે ફ્લેવર વગર આ શુદ્ધ પાવડર તૈયાર કરવામાં આવે છે.

ડાયાભાઈએ જણાવ્યા અનુસાર આ વીટગ્રાસ પાવડર માનવ શરીર માટે સંજીવની સમાન છે. તે સેકન્ડ સ્ટેજનું કેન્સર, થાયરોઇડ, થેલેસેમિયા અને વિટામિન B12 ની ઉણપમાં સીધો ફાયદો કરે છે. આ પાવડર શરીરની વધારાની ચરબી (ઓબેસિટી) નિયંત્રિત કરે છે અને નબળા શરીરને સુદ્રઢ બનાવે છે. એલોપેથિક દવાઓ લેતા દર્દીઓ જો આ પાવડર સાથે રાખે, તો દવાની કોઈ સાઈડ ઈફેક્ટ થતી નથી.

આ ખેતી 'ઝીરો બજેટ' મોડેલ પર આધારિત હોવાથી ખેડૂતને પેકિંગ સિવાય કોઈ મોટો ખર્ચ થતો નથી. સામાન્ય રીતે માર્કેટમાં આ પાવડર રૂ. 600 થી રૂ. 700 પ્રતિ 100 ગ્રામ વેચાય છે, જ્યારે ડાયાભાઈ માત્ર રૂ. 370 માં ઉત્તમ ગુણવત્તાનો પાવડર પૂરો પાડે છે. માત્ર એક ક્યારામાંથી 10 કિલો પાવડર બને છે. તેઓ વધુમાં જણાવે છે કે, હાલમાં આયુર્વેદના વૈદો અને ડોક્ટરો પણ હોલસેલમાં આ પાવડર ખરીદી રહ્યા છે.

ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે અવિરત ઝુંબેશ ચલાવી રહેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી હંમેશાં કહે છે કે, ગાય આધારિત પ્રાકૃતિક ખેતી એ માત્ર જમીનની ફળદ્રુપતા જ નથી સુધારતી, પરંતુ માનવજાતને અસાધ્ય રોગોથી બચાવવાનું અમૃત છે. ડાયાભાઈએ રાજ્યપાલશ્રીના આ જ 'જીવામૃત' અને 'બીજામૃત'ના સિદ્ધાંતોને યથાર્થ કરીને બતાવ્યા છે. ઝીરો બજેટ ખેતી દ્વારા કેમિકલ મુક્ત અને ગુણવત્તાયુક્ત વીટગ્રાસ પાવડરનું નિર્માણ એ વાતની સાબિતી છે કે પ્રાકૃતિક કૃષિ અપનાવીને ખેડૂતો દેશના નાગરિકોને 'ઝેરમુક્ત આહાર' આપી શકે છે.

બીજી તરફ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ અને નાગરિકોના ઉત્તમ સ્વાસ્થ્ય માટે કટિબદ્ધ છે. મુખ્યમંત્રીશ્રીના સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનને ડાયાભાઈ જેવા ધરતીપુત્રો પોતાના પરિશ્રમથી સાકાર કરી રહ્યા છે. મુખ્યમંત્રીના વિઝન મુજબ, જ્યારે રાજ્યનો ખેડૂત માત્ર પરંપરાગત પાકો પર નિર્ભર ન રહેતા આવા 'વેલ્યુ એડિશન' (મૂલ્યવર્ધન) તરફ વળશે, ત્યારે જ વડાપ્રધાનશ્રીનો ખેડૂતોની આવક બમણી કરવાનો અને આત્મનિર્ભર ભારત બનાવવાનો સંકલ્પ સિદ્ધ થશે.

આ નવતર પ્રયોગ ગુજરાતના અન્ય ખેડૂતો માટે આર્થિક સમૃદ્ધિનો નવો માર્ગ ખોલનારો અને નાગરિકો માટે સ્વાસ્થ્યની ચાવી સમાન સાબિત થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande