પોરબંદરમાં ડીઝલના અભાવે કચરા ક્લેશન સેવા ખોરવાઈ
પોરબંદર, 21 મે (હિ.સ.) : પોરબંદરમાં ડીઝલની અછત હવે ગંભીર સ્વરૂપ ધારણ કરતી જોવા મળી રહી છે. શહેરના મોટાભાગના પેટ્રોલપંપ પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે, જેના કારણે સામાન્ય લોકો સાથે સરકારી સેવાઓ પણ પ્રભાવિત થઈ રહી છે. ડીઝલની અછતની સીધી અસર હવ
પોરબંદરમાં ડીઝલ ના અભાવે કચરા ક્લેશન સેવા ખોરવાઈ.


પોરબંદરમાં ડીઝલ ના અભાવે કચરા ક્લેશન સેવા ખોરવાઈ.


પોરબંદરમાં ડીઝલ ના અભાવે કચરા ક્લેશન સેવા ખોરવાઈ.


પોરબંદર, 21 મે (હિ.સ.) : પોરબંદરમાં ડીઝલની અછત હવે ગંભીર સ્વરૂપ ધારણ કરતી જોવા મળી રહી છે. શહેરના મોટાભાગના પેટ્રોલપંપ પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે, જેના કારણે સામાન્ય લોકો સાથે સરકારી સેવાઓ પણ પ્રભાવિત થઈ રહી છે. ડીઝલની અછતની સીધી અસર હવે પોરબંદર મહાનગરપાલિકાની ડોર ટુ ડોર કચરા કલેકશન સેવામાં જોવા મળી રહી છે. શહેરની વિવિધ સોસાયટીઓમાં કચરો લેવા જતાં “છોટા હાથી” વાહનો ડીઝલ ન મળવાના કારણે સમયસર પહોંચી શકતા નથી.

બિરલા હોલ નજીક આવેલા પેટ્રોલપંપ પર ભારે વાહનોની લાંબી લાઈન વચ્ચે મનપાના કચરા વાહનો પણ કલાકો સુધી ઉભા જોવા મળ્યા હતા. મનપાના વાહનો સવારે અંદાજે 8 વાગ્યાથી ડીઝલ માટે રાહ જોઈ રહ્યા હતા, પરંતુ બપોરના 3 વાગ્યા સુધી પણ તેમને ડીઝલ મળ્યું ન હોવાનું સામે આવ્યું છે. ડીઝલની અછતને કારણે શહેરની સફાઈ વ્યવસ્થા પર અસર જોવા મળી રહી છે. અનેક વિસ્તારોમાં કચરા વાહનો મોડા પહોંચતા નાગરિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. જો સ્થિતિ જલદી સામાન્ય નહીં બને તો આવનારા દિવસોમાં શહેરની જરૂરી સેવાઓ વધુ પ્રભાવિત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande