વસ્તી ગણતરી-2027 અંતર્ગત ઓનલાઇન સ્વ-ગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરતા કલેક્ટર જે.એસ. વાઘેલા
- તા. 31 મે, 2026 સુધી https://se.census.gov.in/ પોર્ટલ પર સ્વ-ગણતરી કરી શકે છે નાગરિકો ગીર સોમનાથ, 21 મે (હિ.સ.) : સમગ્ર રાજ્યમાં જનગણના–2027 અંતર્ગત સ્વ-ગણતરી (સેલ્ફ એન્યૂમરેશન) પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ છે. આધુનિક ટેક્નોલોજીના સમન્વયથી જનગણનામાં
વસ્તી ગણતરી-૨૦૨૭ અંતર્ગત ઓનલાઇન સ્વ-ગણતરીની પ્રક્રિયા


- તા. 31 મે, 2026 સુધી https://se.census.gov.in/ પોર્ટલ પર સ્વ-ગણતરી કરી શકે છે નાગરિકો

ગીર સોમનાથ, 21 મે (હિ.સ.) : સમગ્ર રાજ્યમાં જનગણના–2027 અંતર્ગત સ્વ-ગણતરી (સેલ્ફ એન્યૂમરેશન) પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ છે. આધુનિક ટેક્નોલોજીના સમન્વયથી જનગણનામાં ભાગીદારી નોંધાવવી વધુ સરળ અને સુવિધાજનક બન્યું છે. જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ સ્વ-ગણતરી કરી અને જન ગણના માટેની પ્રક્રિયા કરી હતી. પોતાની રાષ્ટ્રીય ફરજ નિભાવીને કલેક્ટરએ નાગરિક સમાજ સમક્ષ એક આદર્શ ઉદાહરણ પૂરું પાડી અને તમામ નાગરિકોને આ પ્રક્રિયામાં વહીવટી તંત્રને પૂરતો સહકાર આપવા માટે નમ્ર અપીલ કરી હતી.

કલેક્ટરએ જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા વસ્તી ગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ વસ્તી ગણતરીના એક અગત્યના ભાગરુપે સેલ્ફ એન્યૂમરેશન એટલે કે વસ્તી ગણતરીની માહિતી કોઈપણ હાઉસહોલ્ડ વ્યક્તિ અપલોડ કરી શકે છે અને અપડેટ કરી શકે છે. નાગરિકો હાઉસહોલ્ડની માહિતી જાતે જ ભરી અને પોર્ટલ પર સબમિટ કરે એવો અનુરોધ કરતા કલેક્ટરએ જણાવ્યું હતું કે, નાગરિકો દ્વારા ભરવામાં આવતી માહિતી સંપૂર્ણ પણે સુરક્ષિત અને ગોપનીય રહેશે.

રાષ્ટ્રહિતની આ મહત્વપૂર્ણ પ્રક્રિયામાં સક્રિય સહભાગી બની સન્નિષ્ઠ નાગરિક તરીકેની રાષ્ટ્રીય ફરજ અચૂક નિભાવવા માટે ગીર સોમનાથ જિલ્લાના નાગરિકોને કલેક્ટરએ અનુરોધ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વસ્તી ગણતરી-૨૦૨૭ના પ્રથમ તબક્કાની ઘર યાદીકરણની કામગીરી તા.૦૧/૦૬/૨૦૨૬ થી તા.૩૦/૦૬/૨૦૨૬ દરમિયાન થવાની છે. આ કામગીરી શરુ થાય તે પહેલા તા.૧૭/૦૫/૨૦૨૬ થી તા.૩૧/૦૫/૨૦૨૬ સુધી ‘સ્વ ગણના (સેલ્ફ એન્યૂમરેશન)’ સરકાર દ્વારા પોર્ટલ શરુ કરાયું છે. નાગરિકો તા. ૧૭ મે થી ૩૧ મે, ૨૦૨૬ દરમિયાન, https://se.census.gov.in/ પોર્ટલ પર જઈ સરળતાથી સ્વ-ગણતરી કરી શકશે. મોબાઇલ અથવા કૉમ્પ્યુટરના માધ્યમથી થોડી જ મિનિટોમાં રહેઠાણ તથા પરિવારની વિગતો સરળતાથી નોંધી શકાશે.

સ્વ-ગણતરી પૂર્ણ થયા બાદ એક યુનિક SEID પ્રાપ્ત થશે. ત્યારબાદ ગણતરીદાર જ્યારે ઘરે મુલાકાતે આવે ત્યારે માત્ર SEID દર્શાવી સમગ્ર પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી શકાશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande