જામનગર કોર્પોરેશનને 26મીના નવા પદાધિકારીઓ મળશે : મેયર સહિતના પદની વરણી માટે જનરલ બોર્ડ મળશે
જામનગર, 21 મે (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાને આગામી 26 મેના રોજ નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મળશે. આ મહત્વના પદોની વરણી માટે 26 મેના રોજ મહાનગરપાલિકાની ખાસ સામાન્ય સભા (જનરલ બોર્ડ) બોલાવવામાં આવી છે. મહાનગરપાલિકાના કમિશનર
કોર્પોરેશન


જામનગર, 21 મે (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાને આગામી 26 મેના રોજ નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મળશે. આ મહત્વના પદોની વરણી માટે 26 મેના રોજ મહાનગરપાલિકાની ખાસ સામાન્ય સભા (જનરલ બોર્ડ) બોલાવવામાં આવી છે.

મહાનગરપાલિકાના કમિશનર દિપેશ કેડિયા દ્વારા આ સામાન્ય સભા માટેનો સત્તાવાર એજન્ડા જાહેર કરી દેવામાં આવ્યો છે. આ જાહેરાત સાથે જ શહેરના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

મહાનગરપાલિકાની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં અથવા નવા રાજકીય સમીકરણો મુજબ આ પદો માટે ચૂંટણી યોજાઈ રહી છે. કમિશનર દ્વારા એજન્ડા જાહેર થતાં જ શાસક પક્ષ અને વિપક્ષ બંનેમાં રાજકીય હલચલ તેજ બની છે.

ખાસ કરીને મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેવા શક્તિશાળી પદો પર કોની પસંદગી થશે, તેને લઈને શહેરીજનો અને રાજકીય વિશ્લેષકોમાં ભારે ઉત્સુકતા પ્રવર્તી રહી છે. 26 મેના રોજ યોજાનારી આ સામાન્ય સભામાં નવા નામોની સત્તાવાર જાહેરાત સાથે જ જામનગર મહાનગરપાલિકાને નવું શાસક મંડળ મળશે, જે આગામી સમયમાં શહેરના વિકાસ કાર્યોની કમાન સંભાળશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande