



પોરબંદર, 21 મે (હિ.સ.) : પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે માર્ચ 2025 ના સમયગાળાની ડિસ્ટ્રિક્ટ કન્સલ્ટેટિવ કમિટી (DCC), ક્રેડિટ ડિપોઝિટ રેશિયો (CD Ratio) અને ડિસ્ટ્રિક્ટ લેવલ રિવ્યૂ કમિટી (DLRC) ની સંયુક્ત બેઠક યોજાઈ હતી.
આ બેઠક દરમ્યાન જિલ્લામાં નવી ઓપન થયેલ બેંક, નવા ઓપન થયેલ એટીએમ, એમએસએમઈ યોજનાઓ, સીડીઆર રેશિયો, પાક ધિરાણ, શિક્ષણ તેમજ હાઉસિંગ ક્ષેત્રે કામગીરી, જિલ્લામાં વિવિધ વિકાસાત્મક યોજનાઓ, આધાર સીડીંગ, સરકારી લોન યોજનાઓ, લઘુમતી માટે લોન, વ્યાજ સહાય યોજનાઓ, સોશિયલ સિક્યુરિટી, એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લોન, ફાઇનેન્શિયલ લિટરસી કેમ્પ અને રેવેન્યુ રિકવરી કેસ અંગે વિસતૃત સમીક્ષા કરવામાં આવી હતી.
તેમજ પીએમએમવાય, પીએમઇજીપી, રાજ્યસરકારની વિવિધ યોજનાઓ જેમકે વાજપાઇ બેન્કેબલ યોજના, જ્યોતિ ગ્રામોધોગ વિકાસ યોજના, વ્યાજ સહાય યોજના, પીએમ સ્વાનિધી, એનયુએલએમ, એનિમલ હસબન્ડરી, ફિશરીઝ, પીએમ વિશ્વકર્મા, પીએમ સૂર્યોદય મફત વીજળી યોજના સહિતની યોજનાઓની અમલીકરણ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર રેખાબા સરવૈયા, આરબીઆઇના એજીએમ સચિન પાટીદાર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર ડી. આર. પરમાર, એલડીએમ કિરણકુમાર બારોટ, નાબાર્ડના ડીડીએમ શીતલ શ્રીવાસ્તવ, પોરબંદર આરસેટી ડાયરેક્ટર રમેશચંદ્ર મીના સહિત જિલ્લાની વિવિધ બેન્કિંગ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સહકારી બેંકોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya