
ગીર સોમનાથ, 21 મે (હિ.સ.) : સર્વે પિતૃના મોક્ષ અર્થે એવા પુણ્યક્ષેત્ર પ્રભાસ તીર્થ, ભગવાન સોમનાથ મંદિર ના પવિત્ર સાનિધ્યમાં સમસ્ત કોળી સમાજ દ્વારા કોળી સમાજના અતિથિ ભવનના લાભાર્થે તા. ૦૨-૦૬-૨૦૨૬ થી તા. ૦૮-૦૬-૨૦૨૬ શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કથાનો સમય બપોરે ૩ થી ૬ રહેશે. અતિથિ ભવનનો શુભ સંકલ્પ મા આ પવિત્ર કથાના માધ્યમથી કોળી સમાજ માટે એક આદર્શ સમસ્ત કોળી સમાજ ભવનનું નિર્માણ કરવાનો શુભ સંકલ્પ કરવામાં આવ્યો છે.
અતિથિ ભવનનો મુખ્ય ઉદેશ દેશ-વિદેશથી આવતા કોળી સમાજના અતિથિઓને આશ્રય તથા આરોગ્યપ્રદ ભોજન ઉપલબ્ધ થય શકે, સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ ઉત્સવો માટે સુવિધા. સમાજની બહેનો માટે રોજગાર, ઉધોગ અને સ્વાલંબી સ્થાપનાનો અવસર. દીકરા-દીકરીઓને શિક્ષણ અને કારકિર્દી માર્ગદર્શન માટે તાલીમ.
કોળી સમાજની એકતા, અખંડિતતા અને અસ્મિતાનું પ્રતિક બનનાર આ અતિથિ ભવન ભગવાન સોમનાથથી આશરે એક કિલોમીટરના અંતરે નિર્માણ કરવામાં આવશે. ભૂમિ ખરીદીની પ્રક્રિયા ટુંક સમયમાં પૂર્ણ થશે. આ કથામાં ભાગવત વકતા પૂ. પાર્થભાઈ જાની (શાસ્ત્રીજી) ભાગવત વકતા- આંતરરાષ્ટ્રીય જયોતિષી લાભ આપશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ