ભચાઉ પોલીસે એલ્યુમીનીયમ વાયર ચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો, બોલેરો સાથે બે શખ્સ ઝડપાયા
કચ્છ, 21 મે (હિ.સ.) : પૂર્વ કચ્છના ભચાઉ વિસ્તારમાં મિલ્કત સંબંધિત ગુનાઓ પર લગામ કસવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન ભચાઉ પોલીસે મોટી સફળતા મેળવી છે. ચોરી કે છળકપટ દ્વારા મેળવવામાં આવેલા એલ્યુમીનીયમ વાયરના જથ્થા સાથે બે યુવકોન
ભચાઉ કેબલ ચોરી કેસના આરોપીઓ


ભચાઉ કેબલ ચોરી કેસના આરોપીઓ


કચ્છ, 21 મે (હિ.સ.) : પૂર્વ કચ્છના ભચાઉ વિસ્તારમાં મિલ્કત સંબંધિત ગુનાઓ પર લગામ કસવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન ભચાઉ પોલીસે મોટી સફળતા મેળવી છે. ચોરી કે છળકપટ દ્વારા મેળવવામાં આવેલા એલ્યુમીનીયમ વાયરના જથ્થા સાથે બે યુવકોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વધતા મિલ્કત સંબંધિત ગુનાઓને રોકવા અને ગુનેગારો સુધી પહોંચવા માટે પોલીસ સતત પેટ્રોલિંગ અને બાતમીદારોના આધારે કાર્યવાહી કરી રહી છે. તે જ અભિયાન અંતર્ગત ભચાઉ પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે બે શખ્સોએ ચોરી કે છેતરપિંડીથી મેળવેલા એલ્યુમીનીયમ વાયરના જથ્થાનો ગેરકાયદેસર સંગ્રહ કરી રાખ્યો છે.

બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડા જેવી કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન કરમરીયા ગામના ભરત ચડુભાઈ આહિર અને ભચાઉના સર્વોદય સોસાયટી વિસ્તારમાં રહેતા જગમાલ બાબુભાઈ કોલીને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી અંદાજે ૪૫૫ કિલોગ્રામ જેટલો એલ્યુમીનીયમ વાયર મળી આવ્યો હતો. ઉપરાંત ગુનામાં ઉપયોગમાં લેવામાં આવેલી બોલેરો ગાડી નંબર GJ-12-CT-0231 પણ પોલીસે કબજે લીધી હતી.

પોલીસ દ્વારા કબ્જે કરાયેલા એલ્યુમીનીયમ વાયરની કિંમત આશરે રૂ. ૮૧ હજારથી વધુ હોવાનું સામે આવ્યું છે, જ્યારે બોલેરો ગાડી સહિત કુલ મુદ્દામાલની કિંમત અંદાજે રૂ. ૩.૮૧ લાખ જેટલી થાય છે. બંને આરોપીઓ વિરુદ્ધ ભચાઉ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સમગ્ર કાર્યવાહી ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને સર્વેલન્સ સ્ટાફની ટીમ દ્વારા સંકલિત રીતે કરવામાં આવી હતી. પોલીસ હવે આ વાયર ક્યાંથી ચોરી કરવામાં આવ્યો હતો અને તેની પાછળ કોઈ મોટું ગેંગ કાર્યરત છે કે નહીં તે દિશામાં વધુ તપાસ આગળ ધપાવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande