“તેરા તુજકો અર્પણ” અંતર્ગત ભુજ એલસીબીએ બે લાખના 7 મોબાઇલ શોધી માલિકને પરત આપ્યા
કચ્છ, 21 મે (હિ.સ.) : પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ચલાવવામાં આવતી “તેરા તુજકો અર્પણ” ઝુંબેશ ફરી એકવાર સફળ સાબિત થઈ છે. લોકોના ગુમ થયેલા અથવા ચોરી થયેલા મોબાઇલ ફોન શોધી તેમને પરત આપવાના હેતુથી હાથ ધરાયેલી આ ઝુંબેશ અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ
તેરા તુજકો અર્પણ હેઠળ મોબાઈલ પરત આપ્યા


કચ્છ, 21 મે (હિ.સ.) : પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ચલાવવામાં આવતી “તેરા તુજકો અર્પણ” ઝુંબેશ ફરી એકવાર સફળ સાબિત થઈ છે. લોકોના ગુમ થયેલા અથવા ચોરી થયેલા મોબાઇલ ફોન શોધી તેમને પરત આપવાના હેતુથી હાથ ધરાયેલી આ ઝુંબેશ અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજે વધુ એક સરાહનીય કામગીરી કરી છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસની મદદથી આશરે બે લાખ રૂપિયાની કિંમતના સાત મોબાઇલ ફોન શોધી તેમના માલિકને પરત આપતાં અરજદારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ ચિરાગ કોરડીયા તેમજ પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા દ્વારા જિલ્લામાં ગુમ અને ચોરી થયેલા મોબાઇલ શોધી લોકોને પરત અપાવવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. તેમના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ કચ્છ પોલીસ સતત ટેકનોલોજી અને ગુપ્ત બાતમીદારોની મદદથી આવા કેસોમાં કામગીરી કરી રહી છે.

આ કામગીરી દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એચ. શીણોલના માર્ગદર્શન હેઠળ એએસઆઇ સુનિલભાઈ પરમાર તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગઢવી, રણજીતસિંહ જાડેજા અને જયદેવસિંહ જાડેજાએ વિશેષ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સના આધારે ભુજના રહેવાસી મિતુલભાઈ કિર્તીભાઈ રૂપારેલની મોબાઇલ શોપમાંથી ગુમ થયેલા સાત મોબાઇલ ફોનનો પત્તો લગાવવામાં આવ્યો હતો.

પોલીસે સતત મહેનત અને આધુનિક તપાસ પદ્ધતિઓના આધારે તમામ મોબાઇલ ફોન શોધી કાઢ્યા હતા. આશરે રૂ. 2 લાખની કિંમતના આ મોબાઇલ અરજદારને પરત સોંપાતા તેમણે પશ્ચિમ કચ્છ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કામગીરીથી “તેરા તુજકો અર્પણ” સૂત્રને સાચા અર્થમાં સાર્થક બનાવવામાં આવ્યું હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.

પશ્ચિમ કચ્છ પોલીસની આ કામગીરીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ટેકનોલોજી અને સચોટ તપાસ દ્વારા ગુમ થયેલી મિલ્કત લોકોને પરત અપાવી શકાય છે. પોલીસની આ જનહિતની કામગીરીને લોકો તરફથી પ્રશંસા મળી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande