

પોરબંદર, 21 મે (હિ.સ.) : પોરબંદરના રાણાવાવ તાલુકામાં આવેલ બરડા ડુંગરમાંથી અવાર-નવાર દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપતી રહે છે ત્યારે રાણાવાવ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે પોલીસે વધુ બે ભઠ્ઠીઓ ઝડપી પડી છે.
પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ રાણાવાવ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. આર.વી.મોરી તથા પોલીસ સ્ટાફના માણસો બરડા ડુંગર/જંગલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બરડા ડુંગર કોઠાવાળાનેશ થી ઉતરે આશરે 01 કિ.મી. દૂર ડુંગરના ટેકરા પર દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની બાતમીના આધારે હકિકત વાળી જગ્યાએ સર્ચ કરી રેઈડ કરતા સુદા દેવરાજભાઇ ગુરગુટીયાની દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી.તેમજ બરડા ડુંગર કોઠાવાળાનેશ થી ઉતરે આશરે 01 કિ.મી. દૂર પાણીની જરમાં રેઈડ કરતા ગોગન સેજાભાઈ ગુરગુટીયાની દેશી દારૂની ભઠ્ઠી મળી આવેલ અને મજકુર બંન્ને ઈસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના અલગ-અલગ ગુન્હા દાખલ કરાવી બંને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
આ કામગીરી રાણાવાવ પો.સ્ટે.ના પો.ઈન્સ. બી.જી.ડાંગર, પો.સબ. ઈન્સ. આર.વી.મોરી, પો.હેડ.કોન્સ. બી.જે.દાસા, એ.કે.લુવા, એસ.આર. કરંગીયા, પો.કોન્સ. સંજય વાલાભાઈ, સરમણ દેવાયતભાઈ, જયમલ સામતભાઈ, કૃણાલસિંહ પ્રવિણસિંહ, ભરત કાનાભાઈ તથા ફોરેસ્ટ ગાર્ડ ડી.બી.ઓડેદરા દ્વારા કરવામાં આવેલ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya