એસ.ટી. કર્મચારીઓ માટે મેડિકલ કેમ્પ યોજાયો
પોરબંદર, 21 મે (હિ.સ.) : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કર્મચારીઓના આરોગ્ય અને સુખાકારીને પ્રાથમિકતા આપતી અનોખી પહેલરૂપે પોરબંદર એસ.ટી. બસ સ્ટેશન ખાતે વિશેષ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ રાજ્યભરમાં અનુભવાઈ રહેલી તીવ્ર
એસ.ટી. કર્મચારીઓ માટે મેડિકલ કેમ્પ યોજાયો.


એસ.ટી. કર્મચારીઓ માટે મેડિકલ કેમ્પ યોજાયો.


એસ.ટી. કર્મચારીઓ માટે મેડિકલ કેમ્પ યોજાયો.


એસ.ટી. કર્મચારીઓ માટે મેડિકલ કેમ્પ યોજાયો.


એસ.ટી. કર્મચારીઓ માટે મેડિકલ કેમ્પ યોજાયો.


પોરબંદર, 21 મે (હિ.સ.) : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કર્મચારીઓના આરોગ્ય અને સુખાકારીને પ્રાથમિકતા આપતી અનોખી પહેલરૂપે પોરબંદર એસ.ટી. બસ સ્ટેશન ખાતે વિશેષ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ રાજ્યભરમાં અનુભવાઈ રહેલી તીવ્ર ગરમી અને હીટવેવ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેમ્પ દરમિયાન કર્મચારીઓના આરોગ્યની વિશેષ કાળજી લેવામાં આવી હતી. બ્લડ પ્રેશર, ડાયાબિટીસ સહિતની વિવિધ પ્રાથમિક આરોગ્ય ચકાસણીઓ કરવામાં આવી હતી તેમજ નિષ્ણાત તબીબો દ્વારા ગરમીમાં આરોગ્ય જાળવવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

શરીરમાં પાણીની ઉણપ ન સર્જાય તે માટે નિયમિત પાણી પીવાનું, લાંબા સમય સુધી તડકામાં રહેવાનું ટાળવાનું તથા હીટસ્ટ્રોકથી બચવા જરૂરી સાવચેતીઓ રાખવા અંગે કર્મચારીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. કેમ્પ દરમિયાન તમામ કર્મચારીઓને સ્થળ પર જ “આભા કાર્ડ (આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ)” બનાવી આપવામાં આવ્યા હતા. આરોગ્ય તપાસ સાથે ડિજિટલ હેલ્થ સુવિધા એક જ સ્થળે ઉપલબ્ધ થતાં કર્મચારીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી. તેમજ અધિક જિલ્લા આરોગ્ય અધિકારીએ કેમ્પમાં ઉપસ્થિત રહી કર્મચારીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો અને હાલની ગરમીની પરિસ્થિતિમાં આરોગ્યની કાળજી રાખવા માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ ડેપો મેનેજર પી.બી. મકવાણાએ જણાવ્યું હતું કે તંદુરસ્ત કર્મચારી જ મુસાફરોને સુરક્ષિત અને ગુણવત્તાસભર સેવા આપી શકે છે.

આ કેમ્પમાં ભાવસિંહજી હોસ્પિટલની તબીબી ટીમ દ્વારા સેવાઓ આપવામાં આવી હતી. ત્યારે ટ્રાફિક ઈન્સપેક્ટર એચ.આર. ઓડેદરાએ તબીબી ટીમ તથા જિલ્લા આરોગ્ય વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande