પાટણમાં માનસિક અસ્વસ્થ મહિલાનું અપહરણ બાદ દુષ્કર્મ
પાટણ, 21 મે (હિ.સ.) : પાટણ શહેરમાં 55 વર્ષીય માનસિક અસ્વસ્થ મહિલાનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ કરાયાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. ગુલામઅલી બરકતઅલી સૈયાદ નામના આરોપીએ મહિલાને બાઈક પર વિસનગર લઈ જઈ તેની મરજી વિરુદ્ધ બે વખત શરીર સંબંધ બાંધ્યા હોવાનું
પાટણમાં માનસિક અસ્વસ્થ મહિલાનું અપહરણ બાદ દુષ્કર્મ


પાટણ, 21 મે (હિ.સ.) : પાટણ શહેરમાં 55 વર્ષીય માનસિક અસ્વસ્થ મહિલાનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ કરાયાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. ગુલામઅલી બરકતઅલી સૈયાદ નામના આરોપીએ મહિલાને બાઈક પર વિસનગર લઈ જઈ તેની મરજી વિરુદ્ધ બે વખત શરીર સંબંધ બાંધ્યા હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.

ફરિયાદ મુજબ, મહિલા સારવાર હેઠળ હતી અને 14 મે, 2026ના રોજ સવારે ઝાડુ લેવા ઘરેથી નીકળી હતી, પરંતુ પરત ફરી નહોતી. પરિવારજનોએ શોધખોળ કર્યા બાદ પોલીસમાં ગુમ થયાની જાણ કરી હતી. બે દિવસ બાદ મહિલા વિસનગરથી પરત મળી આવી હતી. મહિલાએ પરિવારને જણાવ્યું કે એક શખ્સ તેને બાઈક પર બેસાડી લઈ ગયો હતો. રસ્તામાં બાઈક બગડતાં આરોપી તેને રિક્ષામાં વિસનગર લઈ ગયો હતો, જ્યાં તેની સાથે દુષ્કર્મ આચરાયું હતું.

પરિવારે સીસીટીવી ફૂટેજ અને અન્ય તપાસના આધારે આરોપીની ઓળખ કરી હતી. પાટણ શહેર એ-ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 137(2), 64(2)(i), 64(2)(k) અને 64(2)(m) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande