જામનગરના દડિયા ગામમાં સગીરને ફડાકો ઝિંકી જાતિ પ્રત્યે અપમાનિત કર્યો
જામનગર, 21 મે (હિ.સ.) : જામનગર તાલુકાના દડિયા ગામમાં સગીરને બે શખ્સોએ જેમ ફાવે તેમ ગાળો કાઢી જાતિ પ્રત્યે અપમાનિત કરી ફડાકો ઝિંકી દીધો હતો. તેમજ ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસ દ્વારા એટ્રોસિટી હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામા
હુમલો


જામનગર, 21 મે (હિ.સ.) : જામનગર તાલુકાના દડિયા ગામમાં સગીરને બે શખ્સોએ જેમ ફાવે તેમ ગાળો કાઢી જાતિ પ્રત્યે અપમાનિત કરી ફડાકો ઝિંકી દીધો હતો. તેમજ ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસ દ્વારા એટ્રોસિટી હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ જામનગર તાલુકાના દડિયા ગામમાં રહેતો સગીર ગત્ તા. 13ના રોજ મદ્યરાત્રિના સમયે ગામમાં આવેલી દુકાને તેના પિતાના મસાલા લેવા ગયો હતો. તે દરમ્યાન સંજય લખિયર નામના શખ્સએ સગીરને બાઇક ઉભું રાખવાનું કહેતાં સગીરે સામેથી ખસી જવાનું કહેતાં ઉશ્કેરાયેલા સંજયએ સગીરને જેમ ફાવે તેમ ગાળો કાઢી હતી. જેથી સગીરએ ગાળો કાઢવાની ના પાડતાં સંજયએ જાતિ પ્રત્યે અપમાનિત કરી એક ફડાકો ઝિંકી દીધો હતો અને સગીરને ડીજેમાં કામ કરવા જવાની પણ ના પાડી ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ કિશન લખિયરએ આ બાબતનો ખાર રાખી સગીર તથા તેના મિત્રને આંતરીને ગાળાગાળી કરી ધોકો ઉપાડી પતાવી દેવાની ધમકી આપી જાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો.

આ બનાવ અંગેની જાણ કરાતાં એસસી/એસટી સેલના ડીવાયએસપી તથા સ્ટાફ દ્વારા દડિયા ગામના બે શખ્સો વિરૂદ્ધ પોલીસે એટ્રોસિટીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande