સુરત એલસીબી પોલીસ દ્વારા અત્યંત ચાલાક ચોરને ઝડપી 21 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો
સુરત, 21 મે (હિ.સ.) : સુરત એલસીબી પોલીસે એક રીઢા અને અત્યંત ચાલાક ચોરને ઝડપી પાડીને મોટી સફળતા મેળવી છે.તેમજ વડોદરા અને અમદાબાદ યુનિટના 18 જેટલા ગુનાના ભેદ ઉકેલી કાઢીને આરોપીના કબ્જામાંથી સોનુ અને રોકડ સહીત રૂ.22 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં
સુરત એલસીબી પોલીસ


સુરત, 21 મે (હિ.સ.) : સુરત એલસીબી પોલીસે એક રીઢા અને અત્યંત ચાલાક ચોરને ઝડપી પાડીને મોટી સફળતા મેળવી છે.તેમજ વડોદરા અને અમદાબાદ યુનિટના 18 જેટલા ગુનાના ભેદ ઉકેલી કાઢીને આરોપીના કબ્જામાંથી સોનુ અને રોકડ સહીત રૂ.22 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ ચાલાક અને રીઢો આરોપી ટ્રેનોના ફક્ત એસી કોચમાં જ મહિલા મુસાફરોને ટાર્ગેટ કરીને પર્સમાંથી રોકડ અને સોનાના દાગીનાની ચોરી કરતો હતો.

પશ્ચિમ રેલ્વેના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દવારા ટ્રેનોમાં રાત્રી દરમ્યાન બનેલા ચોરીના બનાઓના ભેદ ઉકેલવા અને ચોરીના બનાવોને અટકાવવા માટે સ્ટાફને સૂચના આપવામાં આવી હતી. જેથી રેલ્વે પોલીસ આવા બનાવોને ઉકેલવા માટે કામગીરી કરી રહી હતી ત્યારે મળેલ બાતમીના આધારે પોલીસે સુરત રેલ્વે સ્ટેશનન ઉત્તર દિશા તરફ આવેલ પાર્કિંગના ટેકરા પાસેથી રીઢા આરોપી મનીષ સીંગ ભુપેન્દ્ર સિંહ ગોર ( રહે- વ્હાઇટ હાઉસ એપાર્ટમેન્ટ,સગરામપુરા ) ને ઝડપી પાડયા હતા. ત્યાર બાદ આરોપીની બેગ અને ઝડતી કરવામાં આવતા તેની પાસેથી અલગ અલગ પ્રકારના સોના દાગીના જેમાં સોનાની બંગડીઓ, બુટી, વીંટી સહીત 145 ગ્રામ સોનુ તેમજ રોકડ અને અલગ અલગ પાંચ મોબાઈલ મળી કુલ્લે કિંમત રૂ.22.66 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં પોલીસ દવારા કરવામાં આવેલી તપાસમાં આરોપીનો ગુનાહિત ઇતિહાસ હોવાનું પણ ખુલ્યું હતું તેની વિરુદ્ધમાં નોંધાયેલા એક કે બે નહીં પરંતુ સુરત રેલ્વે પોલી સ્ટેશનમાં 6 તેમજ વડોદરા, ભરૂચ, આણંદ, વાપી અને અમદાબાદ મળી કુલ્લે 18 ગુનાના ભેદ ઉકેલવામાં આવ્યા હતા. પોલીસ દવારા કરવામાં આવેલી પૂછપરછમાં આરોપીએ કબુલ્યું હતું કે તે ખાસ કરીને મોડી રાત્રીના સમયે સુરતથી વડોદરા વચ્ચે, વડોદરાથી સુરત, કાનપુરથી આગ્રા, કાનપુરથી લખનૌ, મહારાષ્ટ્ર રાજ્ય, આંધ્રપ્રદેશ, ગોવા, તામિલનાડુ સહિતના રાજ્યોમાં વિવિધ ટ્રેનોમા જઈને અસંખ્ય ચોરી કરેલી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

મોબાઈલની ચોરી કરવાનું ટાળતો

પોલીસ દવારા આરોપી મનીષ સીંગની પુછપરછ કરવામાં આવતા ચોંકાવનારી વાતો સામે આવી હતી. આરોપી અત્યંત ચાલાકી સાથે ફક્ત એસી કોચમાં જ ચોરી કરતો હતો અને ત્યાં પણ ફક્ત મહિલા મુસારોને જ ટાર્ગેટ કરતો હતો. મોડી રાત્રીના બે વાગ્યાથી સવારના છ વાગ્યા સુધીમા મહિલા યાત્રી ભર ઉંઘમા હોય ત્યારે બાજુમા રાખેલ પર્સને ટાર્ગેટ કરતો હતો અને એસી.કોચના પડદાની આડસ મેળવી મહિલા મુસાફર પાસે પડેલ લેડીઝ પર્સની ચેન ખોલી અંદરથી રોકડ તેમજ દાગીનાની ચોરી કરી લેતો. એટલું જ નહીં પર્સની અંદરથી રોકડ કે દાગીનાની ચોરી કરી પર્સ ફેકી ફેંકી દેતો. આ આરોપી એટલો ચાલાક હતો કે પકડાય જવાની શક્યતાઓ હોવાથી તે ક્યારે મોબાઇલની ચોરી નહી કરતો, ચોરી કરેલા પર્સમાં મોબાઇલ ફોન મળે તો પણ તે પર્સ સાથે જ ફેકી દેતો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande