સુરતના ભટારમાં આર્ટ ગેલરી અને હોમ ડેકોર શોપમાં ભીષણ આગ
સુરત, 21 મે (હિ.સ.) : શહેરમાં બનતા આગના બનાવો વચ્ચે વધુ એક ભીષણ આગની ઘટના સામે આવી છે. નવા ભટાર ખાતે આવેલી ત્રણ માળની આર્ટ ગેલરી અને હોમ ડેકોર શોપમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ગ્રાઉન્ડ સહીત ત્રણ આગની
સુરતના ભટારમાં આર્ટ ગેલરી અને હોમ ડેકોર શોપમાં ભીષણ આગ


સુરત, 21 મે (હિ.સ.) : શહેરમાં બનતા આગના બનાવો વચ્ચે વધુ એક ભીષણ આગની ઘટના સામે આવી છે. નવા ભટાર ખાતે આવેલી ત્રણ માળની આર્ટ ગેલરી અને હોમ ડેકોર શોપમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ગ્રાઉન્ડ સહીત ત્રણ આગની ઝપેટમાં આવી ગયા હતા. બીજી બાજુ આ ઘટનાને પગલે સ્થળ ઉપર ભાગદોડ મચી જવા પામી હતી. ઘટના અંગે જાણ કરવામાં આવતા અલગ અલગ ફાયર સ્ટેશનોથી ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ ઉપર કાબુ મેળવવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.

ફાયર બ્રિગેડના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવા ભટાર ઉધના મગદલ્લા રોડ ખાતે બ્લેક રોક બાલાજી આર્ટ ગેલેરી અને હોમ ડેકોર નામની ગ્રાઉન્ડ સહીત ત્રણ માળની શોપ આવેલી છે. દરમ્યાન ગત રાત્રે આ દુકાન બંધ હતી ત્યારે અચાનક આગ લાગી ગઈ હતી. એટલું જ નહીં પડવારજમાં આગ ભીષણ બની ગઈ હતી અને ગ્રાઉન્ડથી લઈને ત્રીજા માળ સુધી પહોચી જતા ત્રણે માળ આગની ઝપેટમાં આવી ગયા હતા. જયારે આગની જ્વાળાઓ અને ઘુમાડો જોઈએ સ્થળ પર હાજર લોકોમાં ભય અને ભાગદોડ મચી જવા પામી હતી. ઘટના અંગે જાણ કરવા આવતા અલગ અલગ ફાયર સ્ટેશનોથી ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગને કાબુમા લેવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.

વધુમાં સબ ફાયર ઓફિસર અભિષેક ગઢવીએ જણાવ્યું હતું કે આગને કારણે દુકાન અને અંદર રહેલ સામાન સંપૂર્ણ બળી ગયો હતો. અમારી ટીમ સ્થળ પર પહોંચી ત્યારે દુકાનનું શટર બંધ હતું જેને તોડવાં આવ્યું હતું અને ફાયર ફાઇટિંગ કરી આગને કાબુમાં કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી તેમજ ત્રણથી ચાર કલાકની જહેમત બાદ સમગ્ર સ્થિતિને નિયત્રંણમાં કરી લેવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande