તમિલનાડુમાં મંત્રીમંડળનું વિસ્તરણઃ 23 નવા મંત્રીઓએ શપથ લીધા, કોંગ્રેસને 59 વર્ષ બાદ રાજ્ય સરકારમાં મંત્રી પદ
ચેન્નાઈ, 21 મે (હિ.સ.) : મુખ્યમંત્રી જોસેફ વિજયના નેતૃત્વમાં તમિલનાડુ સરકારના મંત્રીમંડળનું ગુરુવારે વિસ્તરણ કરવામાં આવ્યું હતું રાજ્યપાલે રાજભવન ખાતે 23 નવા સભ્યોને પદના શપથ લેવડાવ્યા હતા. તેમાંથી 21 ટીવીકે પાર્ટીના અને બે તેના સહયોગી કોંગ્રેસના
Cabinet expansion in Tamil Nadu


ચેન્નાઈ, 21 મે (હિ.સ.) : મુખ્યમંત્રી જોસેફ વિજયના નેતૃત્વમાં તમિલનાડુ સરકારના મંત્રીમંડળનું ગુરુવારે વિસ્તરણ કરવામાં આવ્યું હતું

રાજ્યપાલે રાજભવન ખાતે 23 નવા સભ્યોને પદના શપથ લેવડાવ્યા હતા. તેમાંથી 21 ટીવીકે પાર્ટીના અને બે તેના સહયોગી કોંગ્રેસના છે. આ સાથે રાજ્યમાં મંત્રીઓની કુલ સંખ્યા વધીને 32 થઈ ગઈ છે.

રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે આજે ગિંડીના રાજભવન પરિસરમાં આયોજિત એક સમારોહમાં 23 નવા મંત્રીઓને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. નવા મંત્રીઓમાં શ્રીનાથ, વિજયલક્ષ્મી, રંજીત કુમાર, વિજય તમિઝન પાર્થીબન, કુમાર, વિનોદ, રાજીવ, રાજકુમાર, રમેશ, થેન્નારાસુ, કમલી, કાંતિરાજુ, મદન રાજા, જગદીશ્વરી, રાજેશ કુમાર, વિજય બાલાજી, લોકેશ તમિઝસેલ્વન, વિશ્વનાથન, સંપત કુમાર, શરથ કુમાર, મારિયા વિલ્સન, વિગ્નેશ અને મોહમ્મદ પરવેઝનો સમાવેશ થાય છે.

રાજ્યપાલે સૌપ્રથમ તુતિકોરિનના ધારાસભ્ય અને મુખ્યમંત્રી વિજયના નજીકના મિત્ર શ્રીનાથને હોદ્દાના શપથ લેવડાવ્યા હતા. ત્યારબાદ, કમલી, વિજયલક્ષ્મી, વિનોદ, રાજીવ, રંજીત કુમાર અને વિજય બાલાજી સહિતના અન્ય ધારાસભ્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. રાજેશ કુમાર અને વિશ્વનાથન કોંગ્રેસના ધારાસભ્યો છે. રાજ્યમાં 59 વર્ષ પછી કોંગ્રેસના ધારાસભ્યોને તમિલનાડુ સરકારમાં મંત્રીપદ મળ્યું છે.

વિજયના મંત્રીમંડળમાં અનુસૂચિત જાતિના સભ્યો ને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. મંત્રીમંડળમાં સાત મહિલાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં કીર્તન, કમલી, જગદીશ્વરી અને વિજયલક્ષ્મીનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે), જેણે રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વખત ચૂંટણી લડી હતી, તે 108 બેઠકો જીતીને સૌથી મોટો પક્ષ બન્યો હતો. ત્યારબાદ ટીવીકેના નેતા જોસેફ વિજયે કોંગ્રેસ, ડાબેરી પક્ષો, વીસીકે અને આઈયુએમએલ સહિતના સહયોગીઓના સમર્થનથી સરકાર બનાવી હતી. જોસેફ સી. વિજયે 9 મંત્રીઓ સાથે 10 મેના તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. હવે જીત

મંત્રીમંડળમાં સભ્યોની સંખ્યા વધારીને 32 કરવામાં આવી છે. ટીવીકે પક્ષના સહયોગીઓ, આઇયુએમએલ અને વીસીકેના સભ્યો હાલમાં મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.

બન્ને પક્ષોના બે-બે ધારાસભ્યો છે. એવું માનવામાં આવે છે કે આ બંને સહયોગી પક્ષોના સભ્યોને આગામી વિસ્તરણમાં સામેલ કરવામાં આવી શકે છે.

હિન્દુસ્થાન સમાચાર/ડૉ. વર પ્રસાદ રાવ પી. વી./સુનીલ સક્સેના

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande