આત્મહત્યા કરનાર યુવતીને 181 ની ટીમે જીવનદાન આપ્યું
પોરબંદર, 21 મે (હિ.સ.) : અભયમ મહિલા હેલ્પલાઇન ટીમને યુવતીના કાઉન્સેલિંગ માટે કોલ આવતા 181 ટીમ યુવતીની મદદ માટે ઘટના સ્થળ પર જોતા યુવતી દરીયામા પડી જવાની કોશિશ કરતા હોય જેથી અભયમ ટીમ અને કિર્તીમંદિર પોલીસ સ્ટેશન વિસ્તારની 112 વેન ની ટીમ તુરંત યુવતી
આત્મહત્યા કરનાર યુવતીને 181 ની ટીમે જીવનદાન આપ્યું


પોરબંદર, 21 મે (હિ.સ.) : અભયમ મહિલા હેલ્પલાઇન ટીમને યુવતીના કાઉન્સેલિંગ માટે કોલ આવતા 181 ટીમ યુવતીની મદદ માટે ઘટના સ્થળ પર જોતા યુવતી દરીયામા પડી જવાની કોશિશ કરતા હોય જેથી અભયમ ટીમ અને કિર્તીમંદિર પોલીસ સ્ટેશન વિસ્તારની 112 વેન ની ટીમ તુરંત યુવતી પાસે પહોંચી જઈ સાંત્વના આપી તેમનું નામ, સરનામું જાણ્યું યુવતી ના મનમા રહેલ આત્મહત્યા કરવાના વિચાર માંથી બહાર લાવી વિશ્વાસ અપાવેલ તેમનું કાઉન્સેલિંગ કરતા જણાવેલ કે તેમના માતા -પિતા ઘરેથી બહાર જવાની મનાઈ કરતા હોય તેથી કંટાળી ઘરે કોઈ કહયા વગર નિકળી ગયેલ. યુવતીના પિતાનાં મોબાઈલ નંબર મેળવી તેમને ફોન કરી જાણ કરતા તેઓએ જણાવેલ કે તેમની પુત્રીની થોડી માનસિક સ્થિતિ સારી ન હોવાના કારણે છેલ્લા બે કલાક થી ઘરે કોઈને જાણ કર્યા વગર નિકળી ગયેલા હોવાથી તેમની શોધખોળ માટે નિકળેલા હતા. જેથી યુવતી સુરક્ષિત અભયમ ટીમ સાથે હોવાની જાણ તેમના પિતાને કરતા તેઓ યુવતીને લેવા માટે આવેલ પરંતુ યુવતી તેમની સાથે જવા માંગતા ના હોવાથી યુવતીને સમજાવી આશ્રય અને લોંગ ટાઈમ કાઉન્સેલિંગ માટે સખી વન સ્ટોપ સેન્ટરમાં હેન્ડ ઓવર કર્યા હતા.

આ કામગીરી 181 ટીમના કાઉન્સેલર મીરા માવદિયા, પાયલોટ દેવેન્દ્ર ભાઈ જાડેજા અને 112 ની ટીમ - રવિરાજસિંહ જેઠવા દ્વારા કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande