પોરબંદર શહેરમાં પારિવારિક ઝગડામાં મહિલાની હત્યા
પોરબંદર, 21 મે (હિ.સ.) : પોરબંદર શહેરમાં આકરા તાપ વચ્ચે પારિવારિક ઝઘડામાં એક પરિણીતાની હત્યાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં છોકરાએ સગાઈ તોડવાની વાત કરતા ઉશ્કેરાયેલી કન્યાએ મંગેતરના ઘરે જઈ ઝઘડો કરતા છોકરાની બહેનને ધક્કો મારતા તેનું મોત નીપજ્યું હોવાથ
પોરબંદર શહેરમાં પારિવારિક ઝગડામાં મહિલાની હત્યા.


પોરબંદર શહેરમાં પારિવારિક ઝગડામાં મહિલાની હત્યા.


પોરબંદર શહેરમાં પારિવારિક ઝગડામાં મહિલાની હત્યા.


પોરબંદર શહેરમાં પારિવારિક ઝગડામાં મહિલાની હત્યા.


પોરબંદર, 21 મે (હિ.સ.) : પોરબંદર શહેરમાં આકરા તાપ વચ્ચે પારિવારિક ઝઘડામાં એક પરિણીતાની હત્યાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં છોકરાએ સગાઈ તોડવાની વાત કરતા ઉશ્કેરાયેલી કન્યાએ મંગેતરના ઘરે જઈ ઝઘડો કરતા છોકરાની બહેનને ધક્કો મારતા તેનું મોત નીપજ્યું હોવાથી મામલો હત્યામાં પરિવર્તિત થતા કમલાબાગ પોલીસે હત્યાની કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોરબંદર શહેરમાં પારિવારિક ઝઘડામાં પરિણીતાનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનામાં કમલબાગ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. કમલાબાગ પોલીસે હિત કિરીટભાઈ પોપટ નામના યુવાનની ફરિયાદ નોંધી છે. સમગ્ર બનાવમાં જોઈએ તો હીત પોપટ નામનો યુવાન પોરબંદર શહેરના બિરલા હોલની પાછળ નેહા પેલેસ એપાર્ટમેન્ટના ત્રીજા માળે આવેલ બ્લોક નં 301 માં રહે છે. આ યુવાનની સગાઈ આશરે એક વર્ષ પહેલા પ્રેમ-સંબંધમાં સુહાસી રાયચુરા નામની યુવતી સાથે થઈ હતી. ત્યાર બાદ આશરે દોઢ-બે મહિનાથી નાની નાની વાતમાં મંગેતર સુહાસી હિત ના પરિવારના સભ્યો સાથે કોઈને કોઈ કારણથી ઘરે તથા ફોનમાં ઝઘડાઓ કરતી હતી જેથી આ ઝઘડાને લીધે હિતે મંગેતર સુહાસીને લગ્ન કરવાની ના પાડી દીધી હતી. તેના મનદુઃખમાં છેલ્લા બે-ત્રણ દિવસથી સુહાસી તથા તેના માતા શિલ્પાબેન અને પિતા જગદીશભાઈ સાથે હિતના ઘરે આવી જેમ ફાવે તેમ બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. અને તેની મોટી બેન વૃંદાને જોરથી ધક્કો મારી કબાટમાં ભટકાડી નીચે પછાડી દેતા તેનું મોત થયું હતું.

કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદમાંથી મળતી વિગતો મુજબ 20 મેના રોજ આશરે ત્રણ વાગ્યા આસપાસ હિત તથા તેના માતા ક્રિષ્નાબેન અને પિતા કિરીટભાઈ તથા બહેન વૃંદા અને હિતાંશી તેમજ મિત્ર જય પાણખણીયા ઘરે હાજર હતા એ દરમિયાન મંગેતર સુહાસી તથા તેના માતા-પિતા આવ્યા હતા અને સુહાસીએ આવીને કહેલ “તમે સગાઈ કેમ તોડો છે?” તેમ કહી હિતના માતા-પિતા અને તેની બહેનોને જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગેલ જેથી સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ હિતના માતા-પિતા તથા બહેનોને મોઢું પકડી મારવા માટે હાથ ઉગાવેલ આ દરમિયાન હિતની મોટી બહેન વૃંદા મોબાઈલમાં વિડીયો ઉતારવા જતા સુહાસીએ તેના હાથમાં રહેલ મોબાઈલ ઝૂંટવી “તું વિડીયો ઉતારીશ તો તને મારી નાખવી છે” આવું કહેતા હિત વચ્ચે પડતા તેનું ગળું પકડી ઉંચા અવાજે બોલવા લાગેલ અને માતા-પિતા બહાર ઉભા હતા તેને અંદર બોલાવી લીધા હતા. આ ઝઘડો ચાલતો હતો તે દરમિયાન વૃંદાના હાથમાં નાની બહેનનો દીકરો આદિત્ય હતો અને બીજા હાથે તેના મોબાઈલમાં વિડીયો ઉતારવા જતા સુહાસીના પિતા જગદીશભાઈએ ઘરમાં પડેલ પ્લાસ્ટિકના પાઈપ હાથમાં લઈ વૃંદાને પકડી જોરથી ધક્કો મારી દેતા કબાટમાં ભટકાડી નીચે પછાડી દેતા વૃંદાના હાથમાં રહેલ નવ વર્ષીય આદિત્ય સાથે નીચે ભટકતા વૃંદાબેનને ઉલ્ટી થતા બેભાન થઈ હતી ત્યારબાદ 108 ની મદદથી સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે લઈ જતા ફરજ પરના તબીબે વૃંદાને મૃત જાહેર કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande