ખોડીયાળા–બગોયા માર્ગના વિકાસકાર્યનું ખાતમુહૂર્ત, ગ્રામજનોને મળશે સુગમ વાહન વ્યવહારની સુવિધા
અમરેલી, 21 મે (હિ.સ.) : સાવરકુંડલા તાલુકાના ખોડીયાળા ગામ ખાતે આજે અંદાજિત રૂપિયા ૧.૨૦ કરોડના ખર્ચે બનનાર ખોડીયાળા–બગોયા નોન પ્લાન રોડ અંતર્ગત સીસી રોડ તેમજ નાળાના વિકાસકાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં મજબૂત માર્ગ સુવિધા
ખોડીયાળા–બગોયા માર્ગના વિકાસકાર્યનું ખાતમુહૂર્ત, ગ્રામજનોને મળશે સુગમ વાહન વ્યવહારની સુવિધા


અમરેલી, 21 મે (હિ.સ.) : સાવરકુંડલા તાલુકાના ખોડીયાળા ગામ ખાતે આજે અંદાજિત રૂપિયા ૧.૨૦ કરોડના ખર્ચે બનનાર ખોડીયાળા–બગોયા નોન પ્લાન રોડ અંતર્ગત સીસી રોડ તેમજ નાળાના વિકાસકાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં મજબૂત માર્ગ સુવિધા અને વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે હાથ ધરાયેલા આ વિકાસકાર્યને કારણે સ્થાનિક ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

આ વિકાસકાર્ય પૂર્ણ થયા બાદ ખોડીયાળા અને બગોયા ગામ વચ્ચેનો વાહન વ્યવહાર વધુ સરળ, સુરક્ષિત અને સુવિધાજનક બનશે. ખાસ કરીને વરસાદી મોસમ દરમિયાન રસ્તામાં પાણી ભરાઈ જવાની સમસ્યાથી લોકોને રાહત મળશે. સાથે જ નાળાના નિર્માણથી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થઈ શકશે, જેના કારણે માર્ગને નુકસાન થતું અટકશે અને આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જળવાઈ રહેશે.

સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ જણાવ્યું હતું કે, લાંબા સમયથી આ માર્ગ અને ડ્રેનેજ સુવિધાની જરૂરિયાત અનુભવાઈ રહી હતી. હવે આ કામ શરૂ થતાં લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. આ માર્ગનો લાભ ખેડૂતો, વિદ્યાર્થીઓ તેમજ રોજિંદા અવરજવર કરતા લોકોને વિશેષ રીતે મળશે.

ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનો દ્વારા રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં કરવામાં આવી રહેલા વિકાસકાર્યોને આવકારવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ગામડાઓમાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ બને તે માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, ગ્રામજનો, કાર્યકર્તાઓ તેમજ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

--------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande