ડિંડોલીમાં ઘર પાસે બેસેલ યુવતી સાથે અશ્લીલ હરકત, સમજાવવા જતાં પિતા પર પણ હુમલો
સુરત, 21 મે (હિ.સ.) : શહેરનાં ડિંડોલી વિસ્તારમાં ઘર પાસે બેસેલ યુવતીની સામે અશ્લીલ હરકત કરનાર નરાધમને સમજાવવા જતાં યુવતીનાં પિતા સાથે ઝઘડો કરીને ઢીકમુક્કીનો માર મારતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પોલીસ દ્વારા પીડિતાની ફરિયાદનાં આધારે વધુ તપાસ હાથ
ડિંડોલીમાં ઘર પાસે બેસેલ યુવતી સાથે અશ્લીલ હરકત, સમજાવવા જતાં પિતા પર પણ હુમલો


સુરત, 21 મે (હિ.સ.) : શહેરનાં ડિંડોલી વિસ્તારમાં ઘર પાસે બેસેલ યુવતીની સામે અશ્લીલ હરકત કરનાર નરાધમને સમજાવવા જતાં યુવતીનાં પિતા સાથે ઝઘડો કરીને ઢીકમુક્કીનો માર મારતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પોલીસ દ્વારા પીડિતાની ફરિયાદનાં આધારે વધુ તપાસ હાથ ધરી છે.

ફરિયાદ મુજબ, ડિંડોલી ખાતે આવેલ શિવાજી નગરમાં રહેતો આરોપી પંકજ રાજકુમાર સોની છેલ્લા બે દિવસથી 18 વર્ષીય યુવતીનાં ઘરના દરવાજા પાસે બેસી અશ્લીલ હરકતો કરતો હતો. આરોપીએ પોતાના શરીર ઉપર પહેરેલી લુંગી કાઢી ઈશારા કર્યા હતા તેમજ યુવતીને ઘરમાં બોલાવવાના ઈશારા કરી અનિચ્છનીય જાતીય માંગણી કરી હતી. ઘટના અંગે પીડિતાનાં પિતાને જાણ થતાં તેઓ રોષે ભરાયા હતા અને આ સંદર્ભે આરોપી પંકજ સોનીને સમજાવવા માટે પહોંચ્યા હતા. જો કે, આરોપીએ પીડિતાનાં પિતા સાથે પણ ગાળાગાળી કરી ઢીકમુક્કીનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો. ડિંડોલી પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande