પાટણ નગરપાલિકામાં નવા પદાધિકારીઓએ સંભાળ્યો કાર્યભાર
પાટણ, 21 મે (હિ.સ.) : પાટણ નગરપાલિકાના નવા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ, ઉપપ્રમુખ ઉત્કર્ષ પટેલ અને કારોબારી ચેરમેન નીલમ પટેલે ગુરુવારે વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો. સાથે પક્ષના નેતા મનોજ ઠાકોર અને દંડક મનીષાબેન પ્રજાપતિએ પણ હોદ્દો ગ્રહણ કર્યો હતો. પદ
પાટણ નગરપાલિકામાં નવા પદાધિકારીઓએ સંભાળ્યો કાર્યભાર


પાટણ, 21 મે (હિ.સ.) : પાટણ નગરપાલિકાના નવા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ, ઉપપ્રમુખ ઉત્કર્ષ પટેલ અને કારોબારી ચેરમેન નીલમ પટેલે ગુરુવારે વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો. સાથે પક્ષના નેતા મનોજ ઠાકોર અને દંડક મનીષાબેન પ્રજાપતિએ પણ હોદ્દો ગ્રહણ કર્યો હતો.

પદભાર પહેલા ભાજપના આગેવાનો અને સમર્થકો વાજતે-ગાજતે નગરપાલિકા પહોંચ્યા હતા. મંદિર તેમજ મામા ભાણેજની દરગાહ ખાતે દર્શન કરી ફટાકડા અને આતશબાજી સાથે ઉજવણી કરવામાં આવી હતી. નગરપાલિકા કચેરીમાં પૂજા વિધિ બાદ નવા પદાધિકારીઓએ સત્તાવાર રીતે કાર્યભાર સંભાળ્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ રમેશ સિંધવ, શહેર પ્રમુખ હર્ષ પટેલ, મહામંત્રી સંજય પટેલ સહિત અનેક હોદ્દેદારો અને કોર્પોરેટરો હાજર રહ્યા હતા.

પાટણ નગરપાલિકાના 98 વર્ષના ઇતિહાસમાં ચંદ્રિકાબેન રાવળ રાવળ સમાજમાંથી પ્રથમ મહિલા પ્રમુખ બન્યા છે. 1927થી અત્યાર સુધી કુલ 49 પ્રમુખ રહી ચૂક્યા છે.

ચંદ્રિકાબેને જણાવ્યું કે તેઓ 44 નગરસેવકો સાથે મળીને શહેરનો સર્વાંગી વિકાસ કરશે. સ્વચ્છતા, વરસાદી પાણીના નિકાલ, રખડતા ઢોરો અને હિંસક કૂતરાઓની સમસ્યા ઉકેલવા માટે ‘કાઉ હોસ્ટેલ’ અને ‘ડોગ હોસ્ટેલ’ જેવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande