કતારગામમાં 26 વર્ષીય યુવકનો આપઘાત, પોલીસ તપાસ શરૂ
સુરત, 22 મે (હિ.સ.) : સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા લલિતા પાર્ક સોસાયટીમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. 26 વર્ષના યુવકે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. યુવક લાંબા સમય સુધી દરવાજો ન ખોલતા પરિવારજનોને શંકા જતાં
Hanging


સુરત, 22 મે (હિ.સ.) : સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા લલિતા પાર્ક સોસાયટીમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. 26 વર્ષના યુવકે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. યુવક લાંબા સમય સુધી દરવાજો ન ખોલતા પરિવારજનોને શંકા જતાં સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી દરવાજો તોડી અંદર પ્રવેશી હતી, જ્યાં યુવક પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો.

ઘટનાની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. યુવકની માતાએ પોતાના દીકરાને આ હાલતમાં જોઈને કરુણ રડારોડ શરૂ કર્યો હતો. પુત્રના પગ પકડીને માતા ધ્રુસકે ધ્રુસકે રડી પડતાં ત્યાં હાજર લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. પડોશીઓ અને સોસાયટીના રહેવાસીઓ પણ આ ઘટનાથી સ્તબ્ધ બની ગયા હતા.

ફાયર વિભાગે તરત જ સ્થાનિક પોલીસને જાણ કરી હતી. પોલીસ કાફલો સ્થળ પર પહોંચી મૃતદેહને નીચે ઉતારી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. યુવકે આ પગલું કયા કારણોસર ભર્યું તે અંગે હજી સ્પષ્ટ માહિતી સામે આવી નથી અને પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande