પારડી નજીક નેશનલ હાઇવે પર ATF ભરેલું ટેન્કર પલટાયું, હજારો લિટર ઇંધણ લીક
વલસાડ, 22 મે (હિ.સ.) : વલસાડ જિલ્લાના પારડી નજીક નેશનલ હાઇવે પર વિમાનમાં વપરાતું એવિએશન ટર્બાઇન ફ્યુલ (ATF) ભરેલું એક ટેન્કર પલટી જતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટેન્કરમાં અત્યંત જ્વલનશીલ ઇંધણ ભરેલું હોવાને કારણે તંત્ર તાત્કાલિક એલર્ટ
પારડી નજીક નેશનલ હાઇવે પર ATF ભરેલું ટેન્કર પલટી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો।


વલસાડ, 22 મે (હિ.સ.) : વલસાડ જિલ્લાના પારડી નજીક નેશનલ હાઇવે પર વિમાનમાં વપરાતું એવિએશન ટર્બાઇન ફ્યુલ (ATF) ભરેલું એક ટેન્કર પલટી જતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટેન્કરમાં અત્યંત જ્વલનશીલ ઇંધણ ભરેલું હોવાને કારણે તંત્ર તાત્કાલિક એલર્ટ થઈ ગયું હતું. ટેન્કર પલટી જતા તેમાં ભરાયેલ હજારો લિટર ઇંધણ હાઇવે પર લીક થઈ ફેલાઈ ગયું હતું. કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે તાત્કાલિક સુરક્ષાના પગલાં લેવામાં આવ્યા હતા તેમજ વાહન વ્યવહાર પર પણ નજર રાખવામાં આવી હતી.

ઘટનાની જાણ થતાં જ પારડી મામલતદાર કિરણસિંહ રાણા સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. અધિકારીઓએ પરિસ્થિતિ કાબૂમાં લેવા તેમજ સુરક્ષા સુનિશ્ચિત કરવા જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

મામલતદાર કિરણસિંહ રાણાએ જણાવ્યું હતું કે એવિએશન ટર્બાઇન ફ્યુલ (ATF) અત્યંત જ્વલનશીલ હોવાથી સાવચેતીના ભાગરૂપે તમામ જરૂરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. ઘટનાને પગલે ફાયર વિભાગ સહિતની ટીમોને પણ એલર્ટ રાખવામાં આવી હતી।

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande