અમરેલી SOGની મોટી કાર્યવાહી: માણાવાવ ગામેથી 25 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
- કુલ 46 લાખનો મુદ્દામાલ કબજે. અમરેલી, 22 મે (હિ.સ.) : અમરેલી જિલ્લામાં અમરેલી SOG દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચલાલા તાલુકાના માણાવાવ ગામે SOGની ટીમે ત્રાટકી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. ચલાલા પોલીસને જાણ ન હોય તે રીતે ચ
અમરેલી SOGની મોટી કાર્યવાહી: માણાવાવ ગામેથી 25 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 46 લાખનો મુદ્દામાલ કબજે


- કુલ 46 લાખનો મુદ્દામાલ કબજે.

અમરેલી, 22 મે (હિ.સ.) : અમરેલી જિલ્લામાં અમરેલી SOG દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચલાલા તાલુકાના માણાવાવ ગામે SOGની ટીમે ત્રાટકી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. ચલાલા પોલીસને જાણ ન હોય તે રીતે ચાલી રહેલા આ ગેરકાયદેસર કારોબાર પર SOGએ બાતમીના આધારે દરોડો પાડી કાર્યવાહી કરી હતી.

મળતી માહિતી મુજબ ચલાલાના આંબરડી જવાના માર્ગ પર આવેલા માણાવાવ ગામે એક વાડીમાં વિદેશી દારૂ ભરેલ કન્ટેનર ટ્રક ઉભો રાખવામાં આવ્યો હતો. અહીં દારૂનું કટીંગ અને વિતરણ થાય તે પહેલા જ અમરેલી SOGની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને સમગ્ર જથ્થો ઝડપી પાડ્યો હતો. SOGએ કાર્યવાહી દરમિયાન અંદાજે 25 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ કબજે કર્યો હતો. કુલ 15,108 બોટલ વિદેશી દારૂ ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. સાથે જ કન્ટેનર ટ્રક, બોલેરો સહિત કુલ અંદાજે 46 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

આ કાર્યવાહી દરમિયાન ચાર શખ્સો સ્થળ પરથી ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. જ્યારે જયરાજ વાળા નામના શખ્સની વાડીમાંથી આ જથ્થો ઝડપાતા SOGએ તેની અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં વિદેશી દારૂની રેલમછેલ થાય તે પહેલા જ SOGએ સમયસર કાર્યવાહી કરતા મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહી જિલ્લામાં ચર્ચાનો વિષય બની છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande