ભાવનગર એલસીબીએ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, એક આરોપી ફરાર
ભાવનગર, 22 મે (હિ.સ.) : ભાવનગર જિલ્લામાં પ્રોહિબિશન વિરોધી કામગીરી અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) ને મોટી સફળતા મળી છે. એલસીબી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કુલ રૂ.૨,૬૦,૮૪૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ કાર્યવાહી દરમિ
ભાવનગર


ભાવનગર, 22 મે (હિ.સ.) : ભાવનગર જિલ્લામાં પ્રોહિબિશન વિરોધી કામગીરી અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) ને મોટી સફળતા મળી છે. એલસીબી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કુલ રૂ.૨,૬૦,૮૪૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો હતો જ્યારે અન્ય એક આરોપી હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી અનુસાર ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે રાહુલ ઉર્ફે ચીની જયેશભાઇ મારૂ, રહે. વણકરવાસ આનંદનગર રોડ, ભાવનગર તથા તેના મિત્ર ભાવેશ ઉર્ફે મઘો મનજીભાઇ સોલંકી, રહે. નિષ્કલંક રોડ, વડલાની સામે, કોળીયાકના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખવામાં આવ્યો છે. તેમજ આ જથ્થો હેરફેર કરવાની તૈયારી ચાલી રહી છે.

આ બાતમીના આધારે એલસીબી ટીમે તાત્કાલિક રેઇડ કરી હતી. તપાસ દરમિયાન સ્થળ પરથી “ફોર સેલ ઇન મધ્ય પ્રદેશ ઓનલી” લખેલી પ્લાસ્ટિક સીલપેક બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી લંડન પ્રાઇડ ઓરેન્જ ફ્લેવર વોડકાની ૧૮૦ એમએલની ૧૨૦૦ બોટલો તેમજ બેગપાઇપર ડિલક્સ વ્હીસ્કીની ૧૮૦ એમએલની ૩૮૪ બોટલો કબ્જે કરી હતી. ઉપરાંત એક ઓપો કંપનીનો મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો.

પોલીસે કુલ રૂ.૨,૬૦,૮૪૦/- નો મુદ્દામાલ કબ્જે કરી ભાવેશ ઉર્ફે મઘો મનજીભાઇ સોલંકીની અટકાયત કરી હતી. જ્યારે રાહુલ ઉર્ફે ચીની જયેશભાઇ મારૂ હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે. બંને આરોપીઓ વિરુદ્ધ ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande