ચલાલા પોલીસની સરાહનીય કામગીરી: 15 વર્ષ જૂનો જમીન વિવાદ સમાધાનથી પૂર્ણ
અમરેલી, 22 મે (હિ.સ.) : અમરેલી જિલ્લાના ચલાલા પોલીસ દ્વારા વધુ એક પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી છે. ચલાલા પોલીસ સ્ટાફે લખાપાદર ગામે સ્થળ પર જઈ સગાભાઈઓ વચ્ચે છેલ્લા 15 વર્ષથી ચાલી રહેલા જમીન વિવાદનો સુખદ અંત લાવ્યો હતો. લાંબા સમયથી ચાલતા આ વિવાદ
ચલાલા પોલીસની સરાહનીય કામગીરી: 15 વર્ષ જૂનો જમીન વિવાદ સમાધાનથી પૂર્ણ


અમરેલી, 22 મે (હિ.સ.) : અમરેલી જિલ્લાના ચલાલા પોલીસ દ્વારા વધુ એક પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી છે. ચલાલા પોલીસ સ્ટાફે લખાપાદર ગામે સ્થળ પર જઈ સગાભાઈઓ વચ્ચે છેલ્લા 15 વર્ષથી ચાલી રહેલા જમીન વિવાદનો સુખદ અંત લાવ્યો હતો. લાંબા સમયથી ચાલતા આ વિવાદને કારણે બંને પરિવારો વચ્ચે મનદુઃખ અને તણાવનું વાતાવરણ સર્જાયું હતું.

ચલાલા પોલીસને જમીન વિવાદ અંગે જાણ થતાં પોલીસ અધિકારીઓ અને સ્ટાફે ગામે પહોંચી બંને પક્ષોને સમજાવટ કરી હતી. પોલીસ દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં બંને પક્ષોની વાત સાંભળી યોગ્ય માર્ગદર્શન અને મધ્યસ્થતા કરવામાં આવી હતી. અનેક કલાકોની ચર્ચા અને સમજાવટ બાદ બંને પક્ષો સમાધાન માટે તૈયાર થયા હતા. પોલીસની હકારાત્મક ભૂમિકાના કારણે વર્ષોથી અટવાયેલો વિવાદ આખરે શાંતિપૂર્ણ રીતે ઉકેલાયો હતો. બંને પરિવારો દ્વારા પણ પોલીસની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી.

ગ્રામજનોએ જણાવ્યું હતું કે પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જ નહીં પરંતુ સમાજમાં સુમેળ અને શાંતિ જળવાઈ રહે તે માટે પણ મહત્વપૂર્ણ કામગીરી કરી રહી છે. ચલાલા પોલીસની આ કામગીરી વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે અને લોકો દ્વારા પોલીસના પ્રયાસોને બિરદાવવામાં આવી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande