

પાટણ, 22 મે (હિ.સ.) : પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષે સત્તાવાર ઉમેદવારી નોંધાવી છે. પ્રમુખ પદ માટે તાહેરાબેન નઇમખાન પઠાણ અને ઉપપ્રમુખ પદ માટે લીલાબેન અગરાજી ઠાકોરે ઉમેદવારી પત્રો દાખલ કર્યા હતા. ઉમેદવારી પત્રો તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.
તાહેરાબેન પઠાણ વાધણા ગામના જ્યારે લીલાબેન ઠાકોર ગાંગલાસણ ગામના ડેલિગેટ તરીકે ઓળખાય છે. ઉમેદવારી પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસના અનેક આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ પ્રસંગે તાલુકા કોંગ્રેસ પ્રમુખ હમીદભાઈ મોકણોજીયા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ દશરથભાઈ પટેલ, મહામંત્રી જયદીપસિંહ ઠાકોર, દીપકભાઈ બારોટ અને જિલ્લા પંચાયત સદસ્ય વિષ્ણુકુમાર દેસાઈ (લાલુ) સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણીને લઈને સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ