પાટણ નગરપાલિકામાં કારોબારી ચેરમેન મુદ્દે વિવાદ ગરમાયો
પાટણ, 22 મે (હિ.સ.) : પાટણ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બાદ હવે કારોબારી ચેરમેનની નિમણૂક અને ઓફિસ ફાળવણીને લઈને રાજકીય વિવાદ ઊભો થયો છે. કોંગ્રેસના વિપક્ષી નેતાએ ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી આ પ્રક્રિયા કાયદા વિરુદ્ધ હોવાનું જણાવ્યું છે. વ
પાટણ નગરપાલિકામાં કારોબારી ચેરમેન મુદ્દે વિવાદ ગરમાયો


પાટણ નગરપાલિકામાં કારોબારી ચેરમેન મુદ્દે વિવાદ ગરમાયો


પાટણ, 22 મે (હિ.સ.) : પાટણ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બાદ હવે કારોબારી ચેરમેનની નિમણૂક અને ઓફિસ ફાળવણીને લઈને રાજકીય વિવાદ ઊભો થયો છે. કોંગ્રેસના વિપક્ષી નેતાએ ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી આ પ્રક્રિયા કાયદા વિરુદ્ધ હોવાનું જણાવ્યું છે.

વિપક્ષના જણાવ્યા મુજબ 19 મે 2026ની સામાન્ય સભાના એજન્ડામાં માત્ર પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીનો જ સમાવેશ હતો, છતાં શાસક પક્ષે નિયમો અવગણી કારોબારી ચેરમેનની વરણી કરી દીધી. સાથે જ સત્તાવાર નિમણૂક પહેલાં જ નીલમ પટેલના નામની નેમપ્લેટ લગાવી ઓફિસ ફાળવાતા વિપક્ષે ચીફ ઓફિસર પર પક્ષપાતનો આક્ષેપ કર્યો છે.

ચીફ ઓફિસર હિરલબેને સ્પષ્ટતા કરી કે નગરપાલિકા અધિનિયમમાં ચેરમેનની વરણી ગેરબંધારણીય હોવાનું ક્યાંય લખાયેલું નથી. તેમણે જણાવ્યું કે ચેમ્બર ફાળવવી કે નેમપ્લેટ લગાવવી નિયમ વિરુદ્ધ નથી, જોકે સત્તાવાર મંજૂરી પહેલાં સરકારી કામકાજ કરી શકાશે નહીં.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande