બોટાદમાં 134 દિવ્યાંગજનોને ટ્રાય સાયકલ અને જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ, આત્મનિર્ભરતા તરફ મહત્વપૂર્ણ પગલું
બોટાદ, 22 મે (હિ.સ.) : રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગજનોના સર્વાંગી વિકાસ અને સશક્તિકરણ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા અમલમાં રહેલી “દિવ્યાંગ સાધન સહાય યોજના” અંતર્ગત બોટાદ જિલ્લામાં દ
બોટાદ


બોટાદ, 22 મે (હિ.સ.) : રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગજનોના સર્વાંગી વિકાસ અને સશક્તિકરણ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા અમલમાં રહેલી “દિવ્યાંગ સાધન સહાય યોજના” અંતર્ગત બોટાદ જિલ્લામાં દિવ્યાંગજનોને સહાયરૂપ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હેઠળ જિલ્લામાં કુલ 115 ટ્રાય સાયકલ તથા 19 જોયસ્ટીક વ્હીલચેર એમ કુલ 134 સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ સાધનોના વિતરણથી દિવ્યાંગજનોને રોજિંદા જીવનમાં સરળતા પ્રાપ્ત થશે તેમજ તેઓ વધુ આત્મનિર્ભર બની શકશે. સરકાર દ્વારા આપવામાં આવતી આ સહાય દિવ્યાંગજનો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ખાસ કરીને બેટરી સંચાલિત ટ્રાય સાયકલના કારણે લાભાર્થીઓને રોજિંદા કામકાજ, મુસાફરી અને વ્યવસાય સંબંધિત પ્રવૃત્તિઓમાં સરળતા રહેશે.

આ પ્રસંગે બોટાદ શહેરના 45 વર્ષીય લાભાર્થી મધુબેન કાંતિભાઈ ખોખરે પોતાના અનુભવ શેર કરતાં જણાવ્યું હતું કે, તેઓ સીવણકામનો વ્યવસાય કરે છે. રોજિંદા કાર્યો તેમજ બજારમાં ખરીદી માટે બહાર જવું પડતું હોવાથી તેઓને અન્ય લોકો પર નિર્ભર રહેવું પડતું હતું. પરંતુ હવે સરકાર તરફથી બેટરી સંચાલિત ટ્રાય સાયકલ મળતા તેઓ પોતાના વ્યવસાય અને દૈનિક કાર્યો સ્વતંત્ર રીતે કરી શકશે.

મધુબેને વધુમાં જણાવ્યું હતું કે, ટ્રાય સાયકલ મળતાં તેમના જીવનમાં આત્મવિશ્વાસ વધ્યો છે અને આત્મનિર્ભરતાનો અનુભવ થયો છે. તેમણે રાજ્ય સરકાર તથા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્યાંગજનોને સમાજમાં સન્માનભેર અને સ્વાવલંબી જીવન જીવવા માટે સરકાર દ્વારા કરવામાં આવતી આવી સહાય યોજનાઓ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande