પોરબંદર જિલ્લા પંચાયતના સુકાની ફાઇનલ
પોરબંદર, 22 મે (હિ.સ.) પોરબંદર જિલ્લા પંચાયત ની તમામ 18 બેઠકો પર ભાજપે ભવ્ય જીત નોંધાવ્યા બાદ હવે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. જિલ્લા પંચાયતના આગામી સુકાન કોના હાથમાં જશે તે મુદ્દે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ ચાલી રહ
પોરબંદર જિલ્લા પંચાયતના સુકાની ફાઇલન.


પોરબંદર જિલ્લા પંચાયતના સુકાની ફાઇલન.


પોરબંદર, 22 મે (હિ.સ.) પોરબંદર જિલ્લા પંચાયત ની તમામ 18 બેઠકો પર ભાજપે ભવ્ય જીત નોંધાવ્યા બાદ હવે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. જિલ્લા પંચાયતના આગામી સુકાન કોના હાથમાં જશે તે મુદ્દે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે.

જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે શીતલ રમેશભાઈ ઓડેદરાએ દાવેદારી નોંધાવી છે. જ્યારે ઉપપ્રમુખ પદ માટે ગોપાલ કોઠારીએ દાવેદારી નોંધાવતા બંને નામો હાલમાં સૌથી મજબૂત દાવેદાર તરીકે સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ નોંધાયેલા આ નામો લગભગ અંતિમ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

રાજકીય સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર આવતીકાલે બપોર સુધી ભાજપ દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખ પદના સત્તાવાર નામોની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. જિલ્લા પંચાયતના નવા સુકાનને લઈને કાર્યકરો અને રાજકીય વર્તુળોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande