વાપી ટાઉનના એક હોમગાર્ડ અને બે GRD જવાનોના રૂ.90 હજાર મામલે હવે બંને તરફ તપાસની માંગ
વાપી, 22 મે (હિ.સ.) : વાપી ટાઉન વિસ્તારમાં એક હોમગાર્ડ અને બે GRD જવાનો દ્વારા પાન પાર્લર સંચાલક પાસેથી રૂ. 90 હજાર પડાવ્યાના મામલે પોલીસે આરોપી કર્મચારીઓ સામે કાર્યવાહી કરી છે, જેને યોગ્ય માનવામાં આવી રહી છે. પરંતુ હવે સમગ્ર મામલે બીજી બાજુની પણ સ
વાપી ટાઉન પોલીસ


વાપી, 22 મે (હિ.સ.) : વાપી ટાઉન વિસ્તારમાં એક હોમગાર્ડ અને બે GRD જવાનો દ્વારા પાન પાર્લર સંચાલક પાસેથી રૂ. 90 હજાર પડાવ્યાના મામલે પોલીસે આરોપી કર્મચારીઓ સામે કાર્યવાહી કરી છે, જેને યોગ્ય માનવામાં આવી રહી છે. પરંતુ હવે સમગ્ર મામલે બીજી બાજુની પણ સમાન અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે.

મુખ્ય સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આખરે આ ત્રણેય કર્મચારીઓએ ખાસ કરીને એ જ પાન પાર્લર સંચાલક પાસેથી રૂપિયા માંગ્યા કેમ? શું તે માત્ર સામાન્ય પાનનો ગલ્લો ચલાવતો હતો કે પછી ત્યાં ગાંજા જેવી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ પણ ચાલતી હતી? જો માત્ર પાનનો વ્યવસાય જ હતો, તો પછી ગાંજાના કેસમાં ફસાવવાની ધમકી કેમ આપવામાં આવી?

સ્થાનિકોમાં ચર્ચા છે કે સમગ્ર ઘટનાની એકતરફી નહીં પરંતુ બંને તરફથી ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. પોલીસ કર્મચારીઓએ કાયદો હાથમાં લીધો હોય તો તેમની સામે કાર્યવાહી જરૂરી છે, પરંતુ સાથે જ પાન પાર્લર સંચાલકની ભૂમિકા અંગે પણ સંપૂર્ણ તપાસ થવી જોઈએ.

લોકોનું માનવું છે કે સત્ય ત્યારે જ બહાર આવશે જ્યારે બંને પક્ષોની સમાન રીતે તપાસ કરવામાં આવશે. જો તપાસ દરમિયાન પાન પાર્લર સંચાલક પણ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલો હોવાનું સામે આવશે, તો તેના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ છે અને હવે તપાસમાં શું ખુલાસા થાય છે તેના પર સૌની નજર ટકેલી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande