જામનગર જિલ્લાના ખેડૂતો બાગાયત વિભાગની યોજનાઓનો લાભ મેળવવા તા.19 જુન સુધી અરજી કરી શકશે
જામનગર, 22 મે (હિ.સ.) : વર્ષ 2026-27માં બાગાયત વિભાગની નવી બાબત તરીકે મંજૂર થયેલ ત્રણ નવી યોજનાઓ જેવી કે, રાઈઝોમેટીક (આદુ-હળદર) પાકોને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ, ફળપાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાનો કાર્યક્રમ અને બહુસ્તરીય પદ્ધ
ખેડૂત


જામનગર, 22 મે (હિ.સ.) : વર્ષ 2026-27માં બાગાયત વિભાગની નવી બાબત તરીકે મંજૂર થયેલ ત્રણ નવી યોજનાઓ જેવી કે, રાઈઝોમેટીક (આદુ-હળદર) પાકોને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ, ફળપાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાનો કાર્યક્રમ અને બહુસ્તરીય પદ્ધતિથી ફળ પાકોનો વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ સહાય મેળવવા માટે સરકાર દ્વારા આઇ-ખેડુત પોર્ટલ https://ikhedut.gujarat.gov તા. 19-06-2026 સુધી ઓનલાઈન અરજી કરવા માટે ખુલ્લુ મુકવામા આવ્યુ છે.

આ યોજનાઓનો લાભ મેળવવા માગતા જામનગર જિલ્લાના ખેડુતો આઈ ખેડૂત પોર્ટલ પર નોંધણી અને આધાર ઓથેન્ટીકેશન કર્યા બાદ જ અરજી કરી શકશે. તેમજ અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રીન્ટ લઇ ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે.

જેની નકલ મંજુરી મળ્યા બાદ અસલ બિલ ફાઇલ જમા કરતી વખતે સહી કરી જરૂરી સાધનીક કાગળો સહિત નાયબ બાગાયત નિયામકની કચેરી, જીલ્લા સેવા સદન-૪, પ્રથમ માળ, રૂમ નં. 48, સુભાષ પુલ પાસે, જામનગર, ફોનનં. (0288) 2571565 ખાતે જમા કરાવવાના રહેશે. તેમ નાયબ બાગાયત નિયામક જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande