ભાવનગર શહેરના છ અલગ અલગ વિસ્તારોમાં નિ:શુલ્ક યોગ સમરકેમ્પનો પ્રારંભ
ભાવનગર, 22 મે (હિ.સ.) : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ચેરમેન શીશપાલજીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં દરેક વ્યક્તિ સુધી સ્વસ્થ જીવનશૈલી અને યોગનો સંદેશ પહોંચે તેવા હેતુથી વિવિધ યોગ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત ભાવનગર શહેર
ભાવનગર


ભાવનગર


ભાવનગર, 22 મે (હિ.સ.) : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ચેરમેન શીશપાલજીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં દરેક વ્યક્તિ સુધી સ્વસ્થ જીવનશૈલી અને યોગનો સંદેશ પહોંચે તેવા હેતુથી વિવિધ યોગ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત ભાવનગર શહેરના છ અલગ અલગ વિસ્તારોમાં નિશુલ્ક યોગ સમર કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના મનપા યોગ કોર્ડીનેટર છાયાબેન પટેલ, વિસ્તારના નગરસેવકો, વોર્ડ પ્રમુખો, શાળાના આચાર્યશ્રીઓ, સામાજિક આગેવાનો, યોગ સંસ્થાના આગેવાનો, યોગ કોચ, યોગ ટ્રેનરો અને સમર કેમ્પના સંચાલકો દ્વારા દીપ પ્રાગટ્ય કરી સમર કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શહેરના શાળા નંબર 74 અધેવાડા, શાળા નંબર 1 કુંભારવાડા, શાળા નંબર 12 કરચલીયા પારા, સ્વામિનારાયણ મંદિર આનંદનગર, પરશુરામ ગાર્ડન તેમજ સંસ્કાર મંડળ અખાડા – ઘોઘા સર્કલ ખાતે યોજાયેલા સમર કેમ્પોમાં અંદાજે 650 જેટલા બાળકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. બાળકોમાં યોગ પ્રત્યે વિશેષ રસ અને ઉમંગ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં યોજાયેલા આ છ સમર કેમ્પોમાં બાળકો તા. 16 મે થી 30 મે સુધી જોડાયા છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી બાળકોને દરરોજ એનર્જી ડ્રિંક, યોગાસન માટેની પુસ્તિકા, ચિત્રપોથી તેમજ પ્રમાણપત્ર આપવામાં આવી રહ્યા છે.

બાળકો વધુમાં વધુ યોગ સાથે જોડાય અને તેમનો શારીરિક, માનસિક તથા બૌદ્ધિક રીતે સર્વાંગી વિકાસ થાય તે હેતુસર વિવિધ યોગાસનો, પ્રાણાયામ તેમજ મનોરંજક અને જ્ઞાનવર્ધક રમતો સંચાલકો દ્વારા રોજ અવનવી રીતે કરાવવામાં આવી રહી છે.

આ સમર કેમ્પને સમાજના અનેક આગેવાનો તેમજ દાતાઓનો પણ સુંદર સહયોગ મળી રહ્યો છે. દાતાઓ દ્વારા બાળકોને દરરોજ ઉપયોગી ચીજવસ્તુઓ તેમજ પૌષ્ટિક ખાદ્ય સામગ્રી પ્રેમરૂપે અર્પણ કરવામાં આવી રહી છે, જેના કારણે બાળકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ સર્જાયો છે.

આ ઉપરાંત ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કોઈપણ સોસાયટી, વિસ્તાર અથવા જાહેર સ્થળે નિ:શુલ્ક યોગ ક્લાસ શરૂ કરવા ઇચ્છુક વ્યક્તિઓ મનપા યોગ કોર્ડીનેટર છાયાબેન પટેલનો સંપર્ક નંબર 8487997969 પર સંપર્ક કરી શકશે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તે સ્થળે નિશુલ્ક યોગ શિક્ષકની વ્યવસ્થા કરી યોગ વર્ગ શરૂ કરાવવા આયોજન કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande