કોડીનાર આંગણવાડી ખાતે બાલક પાલક કાર્યક્રમનું આયોજન અંતર્ગત યોજનાકીય માહિતી અપાઈ
ગીર સોમનાથ, 22 મે (હિ.સ.) : કોડીનાર ખાતે બાલક પાલક કાર્યક્રમનું આયોજન અંતર્ગત યોજનાકીય જાગૃતિ સેમિનારનું આયોજન કર્યું. જેમાં DHEW જેન્ડર સ્પેશિયાલિસ્ટ ચિંતન ગોંડલીયા દ્વારા જીલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ,કામકાજના સ્થ
કોડીનાર આંગણવાડી કેંન્દ્ર 5 ખાતે


ગીર સોમનાથ, 22 મે (હિ.સ.) : કોડીનાર ખાતે બાલક પાલક કાર્યક્રમનું આયોજન અંતર્ગત યોજનાકીય જાગૃતિ સેમિનારનું આયોજન કર્યું. જેમાં DHEW જેન્ડર સ્પેશિયાલિસ્ટ ચિંતન ગોંડલીયા દ્વારા જીલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ,કામકાજના સ્થળ પર મહિલાઓને થતી જાતીય સતામણી, બેટી બચાવો બેટી પઢાઓ, મહિલા સ્વાવલંબન યોજના વગેરેની માહિતી આપવામાં આવેલ તેમજ OSC ના કેશ વર્કર કિંજલબેન મકવાણા દ્વારા સખી વન સ્ટોપ સેન્ટરની માહિતી આવામાં આવેલ.

આ ઉપરાંત કાનૂની સત્તા મંડળના PLV પ્રકાશભાઈ મકવાણા દ્વારા મહિલાલક્ષી કાયદાઓ વિશેની જાણકારી આપવામાં આવી. આ કાર્યક્રમ ICDS વિભાગ માંથી CDPO પુષ્પાબેન પરમાર, DHEW ના DMC આનંદભાઈ પરમાર OSC માંથી કેન્દ્ર સંચાલક રસીલાબેન તેમજ આંગણવાડી વર્કર તેમજ લાભાર્થી બહેનો હાજર રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande