
ગીર સોમનાથ, 22 મે (હિ.સ.) : જિલ્લા મહિલા અને બાળ વિભાગની કચેરી અને તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા એમ.ઈ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિવિધ સરકારી ભરતી ની તૈયારી કરતા વિધાર્થીઓને માર્ગદર્શન અપાયું. જેમાં DHEW મિશન કોઓર્ડિનેટર આનંદભાઈ દ્વારા જીલ્લા મહિલા અને બાળ અધિકારી ની કચેરી દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ, કામકાજ ના સ્થળ પર મહિલાઓ ને થતી જાતીય સતામણી, બેટી બચાવો બેટી પઢાઓ,મહિલા સ્વાવલંબન યોજના વગેરેની માહિતી આપવામાં આવેલ. તેમજ OSC ના કેન્દ્ર સંચાલક રસીલાબેન દ્વારા સખી વન સ્ટોપ સેન્ટરની માહિતી આવામાં આવેલ.
આ ઉપરાંત કોડીનાર તાલુકા કાનૂની સત્તા મંડળના PLV પ્રકાશભાઈ મકવાણા દ્વારા મહિલાલક્ષી કાયદાઓ વિશેની જાણકારી આપવામાં આવી. આ કાર્યક્રમ એમ. ઈ. ઇન્સ્ટિટ્યૂટના સંચાલક રાજેશભાઈ બાંભણિયા, OSC માંથી કેશવર્કર કિંજલબેન મકવાણા તેમજ DHEW ના જેન્ડર સ્પેશિયાલિસ્ટ ચિંતન ગોંડલીયા હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ