આયુષ્માન કાર્ડ ગરીબ પરિવાર માટે આશીર્વાદરુપ: બગીયા હુસેનભાઈ
- જનભાગીદારી અભિયાન અંતર્ગત વેરાવળમાં વિશેષ કેમ્પ યોજાયો. ગીર સોમનાથ, 22 મે (હિ.સ.) : કેન્દ્રના ફ્લેગશીપ જન ભાગીદારી અભિયાન-‘સબસે દૂર, સબસે પહેલે’ અંતર્ગત “સબસે દૂર, સબસે પહેલે”ના સૂત્ર સાથે અંતરિયાળ ગામોમાં 100 ટકા સરકારી સેવાઓ પહોંચાડવાની અનોખી
આયુષ્માન કાર્ડ ગરીબ પરિવાર માટે આશીર્વાદરુપ


- જનભાગીદારી અભિયાન અંતર્ગત વેરાવળમાં વિશેષ કેમ્પ યોજાયો.

ગીર સોમનાથ, 22 મે (હિ.સ.) : કેન્દ્રના ફ્લેગશીપ જન ભાગીદારી અભિયાન-‘સબસે દૂર, સબસે પહેલે’ અંતર્ગત “સબસે દૂર, સબસે પહેલે”ના સૂત્ર સાથે અંતરિયાળ ગામોમાં 100 ટકા સરકારી સેવાઓ પહોંચાડવાની અનોખી પહેલ સમગ્ર રાજ્યમાં હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે એક વિશેષ કેમ્પ યોજાયો હતો.

આ કેમ્પમાં વેરાવળ, મંડોર, ભેરાળાના ગ્રામજનોને વિવિધ સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન, નોંધણી અને સેવાઓનો લાભ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો. લાભાર્થી હુસેનભાઈ બગીયાએ પણ આ કેમ્પના માધ્યમથી આયુષ્માન કાર્ડનો લાભ મેળવ્યો હતો.

હુસેનભાઈએ પોતાનો પ્રતિસાદ આપતા જણાવ્યું હતું કે, વેરાવળમાં જન ભાગીદારી અભિયાન અંતર્ગત જે કેમ્પ યોજાયો હતો. જેમાં મે આયુષ્માન કાર્ડનો લાભ મેળવ્યો છે. આયુષ્માન કાર્ડ એ ગરીબ પરિવાર માટે આશીર્વાદરુપ છે. ભારત અઢળક ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યું છે તો સાથે જ આરોગ્ય ક્ષેત્રે પણ સેવાઓનો વ્યાપ વિસ્તાર્યો છે. જે ઉત્તમ છે. આમ કહી હુસેનભાઈએ દરેક વ્યક્તિ આયુષ્માન કાર્ડનો લાભ અચૂક લે એવી અપીલ કરી હતી.

આ કેમ્પમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી યોજનાકીય માર્ગદર્શન મેળવ્યું હતું તેમજ અનેક લાભાર્થીઓને સરકારની વિવિધ સેવાઓના લાભો ઘરઆંગણે ઉપલબ્ધ બન્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande