વેરાવળ શહેરમાં થયેલ ચકચારી ફાયરીંગ વીથ મર્ડરના આરોપીઓના 7 દિવસના પોલીસ કસ્ટડી રીમાન્ડ મેળવતી ગીર સોમનાથ પોલીસ
ગીર સોમનાથ, 22 મે (હિ.સ.) : તારીખ 20 મે 2026 રોજ ફરીયાદી- સાજીદ હારુનભાઇ વલીભાઇ હાલાના કાકાના દિકરા જાહિદ ઉર્ફે જાવીદ મોહમદભાઇ તજવાણીનો ટ્રાન્સ્પોર્ટનો ધંધો ચાલુ કરવાનો હોય જે અંગે આરોપી નં.(૧) ફારુક મોલાનાએ અદાવત રાખી બપોરના એક વાગ્યાના સુમારે વે
વેરાવળ શહેરમાં થયેલ ચકચારી ફાયરીંગ વીથ મર્ડરના આરોપીઓના 7 દિવસના પોલીસ કસ્ટડી રીમાન્ડ મેળવતી ગીર સોમનાથ પોલીસ


ગીર સોમનાથ, 22 મે (હિ.સ.) : તારીખ 20 મે 2026 રોજ ફરીયાદી- સાજીદ હારુનભાઇ વલીભાઇ હાલાના કાકાના દિકરા જાહિદ ઉર્ફે જાવીદ મોહમદભાઇ તજવાણીનો ટ્રાન્સ્પોર્ટનો ધંધો ચાલુ કરવાનો હોય જે અંગે આરોપી નં.(૧) ફારુક મોલાનાએ અદાવત રાખી બપોરના એક વાગ્યાના સુમારે વેરાવળ, આઇ.ડી. ચૌહાણ સ્કુલથી આગળ ટ્રક ગેરેજ પાસે તેને જાનથી મારી નાખવાના ઇરાદા થી આરોપી નં.૧ ફારુકમોલાનાએ પોતાની પિસ્તોલ વડે ફરીયાદીના કાકાના દિકરા જાહીદને જાનથી મારી નાખવાના ઇરાદાથી જમણી આંખના ઉપરના ભાગે કપાળમાં ગોળી મારી દઇ તેમજ આરોપી નં.૨ જાવીદ ફારુક મોલાના તથા નં.૩ ફારુક મોલાના નો ડ્રાઇવર અનીશ તથા નં.૪ સમીર ઉર્ફે ટાલીયો ઉર્ફે બાલી નાઓએ ફરાયાદીના કાકાના દિકરા જાવીદને જણાવેલ કે, હમણા આને બોવ ચરબી ચઢી છે અને ટ્રાન્સપોર્ટના ધંધોમાં આડો આવે છે. આને પતાવી દેવો પડશે તેમ કહી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગેરકાયદેસર હથીયારનો ઉપયોગ કરી ગોળી મારી દીધેલ હોય જે બાબતેથી ગુનો દાખલ થયેલ અને સદરહુ બનાવમાં જાહિદ ઉર્ફે જાવીદ મોહમદભાઇ તજવાણીનુ સારવાર દરમ્યાન મરણ થયેલ હોય જેથી બીએનએસ-૨૦૨૩ ની કલમ-103(1) ખુનની કલમ ઉમેરો કરવામાં આવેલ છે. જે ચકચારી ફાયરીંગ વીથ મર્ડર ના બનાવ અનુસંધાને

જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી. તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક નાઓએ આ ગુનાના કામના નાશી ગયેલ આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા માટે સુચના કરતા.

પોલીસ અધિક્ષક નાઓની સુચના તથા માર્ગદર્શન મુજબ વેરાવળ સીટી પોલીસ ઇન્સ. જે.એન.ગઢવી તથા એલ.સી.બી.ના ઇન્ચા. પોલીસ ઇન્સ. એ.સી.સિંધવ તથા પો. સબ ઇન્સ. એચ.એલ.જેબલીયા તથા એ.બી.ગોહિલ તથા એસ.ઓ.જી. ઇન્ચા. પોલીસ ઇન્સ. ડી.એમ.કાગડા તથા આર.એચ.સુવા એલ.સી.બી., એસ.ઓ.જી., વેરાવળ સીટી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો દ્વારા જીલ્લામાં નાકાબંધી કરી આરોપીને પકડી પાડવા માટે કાર્યવાહી કરતા ખાનગી બાતમીદારો, હ્યુમન સોર્સીસ, ટેકનિકલ એનાલીસીસ, સીસીટીવી ફુટેજ વિગેરેથી એકત્રિત થયેલ માહીતીના આધારે

આરોપી નં.(૧) ફારૂકભાઇ ઉર્ફે ફારૂક મોલાના (એફએમ) ઇસ્માઇલભાઇ નાખવા પટણી, ઉ.વ.૬૦, ધંધો.ટ્રાન્સપોર્ટેશન, રહે.વેરાવળ, ભાલકા ચોકી સામે, તાલાળા વેરાવળ રોડ (ફાયરીંગ કરનાર) આરોપી નં.(૨) જાવેદ ફારૂક મોલાના રહે.વેરાવળ, ભાલકા ચોકી સામે, તાલાળા વેરાવળ રોડ આરોપી નં.(3) અનીશ રહેમાનભાઇ કુરેશી ઉ.વ.૨૩, ધંધો.ડ્રાઇવીંગ, રહે.વેરાવળ, સોમનાથ ટોકીઝ વિસ્તાર, લકકી પ્રોવિઝન સ્ટોર ઉપર (ફારૂક મોલાના (એફએમ)નો ડ્રાઇવર) આરોપી નં.(૪)સમીર ઉર્ફે બાલી યુસુફભાઇ ચૌહાણ પટણસ ઉ.વ.૩૧, રહે.વેરાવળ, બાર કોટ, ચીડીપીરની ગલી નાઓને શોધી કાઢી ઉપરોક્ત ગુનાના કામે અટકાયત કરી દેશી હાથ બનાવટની પિસ્તોલ -૧ તથા જીવતા ૨ કારતુસ, મોપેડ બર્ગમેન કુલ-૩ ગુનાના કામે કબ્જે કરી આરોપીઓને આજરોજ નામદાર કોર્ટમાં રજુ કરી ચારેય આરોપીઓના દિન-૧૪ના પોલીસ કસ્ટડી રીમાન્ડની માગણી કરી આરોપી નં.(૧) ફારુક મોલાનાના તા.૨૮/૦૫/૨૦૨૬ના કલાક ૧૬/૦૦ વાગ્યા સુધીના તથા આરોપી નં.(૨) જાવીદ, (૩) અનીશ, (૪) સમીર ઉર્ફે બાલીના તા.૨૫/૦૫/૨૦૨૬ના કલાક ૧૬/૦૦ વાગ્યા સુધીના પોલીસ કસ્ટડી રીમાન્ડ મેળવી ગુનાના મુળ સુધી પહોચવા ઉંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande