
ગીર સોમનાથ, 22 મે (હિ.સ.) : તારીખ 20 મે 2026ના રોજ કામના ફરીયાદી- સાજીદ હારુનભાઇ વલીભાઇ હાલાના કાકાના દિકરા જાહિદ ઉર્ફે જાવીદ મોહમદભાઇ તજવાણી સાથે ફારુક મોલાનાએ કોઇ પણ અંગત અદાવત રાખી બપોરના એક વાગ્યાના સુમારે વેરાવળ, આઇ.ડી. ચૌહાણ સ્કુલથી આગળ, સોમનાથ ટોકિઝ પાસે તેને જાનથી મારી નાખવાના ઇરાદા થી ફારુક મોલાનાએ પોતાની પિસ્તોલ જેવા હથીયાર વડે ફરીયાદીના કાકાના દિકરા અને જાહીદને જાનથી મારી નાખવાના ઇરાદાથી જમણી આંખના ઉપરના ભાગે કપાળમાં ગોળી મારી દઇ તેમજ જાવીદ ફારુક મોલાના તથા ફારુક મોલાનાનો ડ્રાઇવર અનીશ, તાલીયા બાલી એ ફરીયાદીના કાકાના દિકરા જાવીદને જણાવેલ કે હમણા આને બોવ ચરબી ચઢી છે અને ટ્રાન્સપોર્ટના ધંધોમાં આડો આવે છે. આને પતાવી દેવો પડશે તેમ કહી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી, એકબીજાની મદદગારી કરી, ગેરકાયદેસર હથીયારનો ઉપયોગ કરી ગોળી મારી દીધેલ હોય જે બાબતેથી વેરાવળ સીટી પો.સ્ટે.બી.એન.એસ.-૨૦૨૩ ની કલમ- 109(1), 352, 351(3), 54 તથા જી.પી.એકટ-૧૩૫ તથા આર્મસ એકટની કલમ- ૨૫(૧)એ મુજબનો ગુનો દાખલ થયેલ અને સદરહુ બનાવમાં જાહિદ ઉર્ફે જાવીદ મોહમદભાઇ તજવાણીનુ સારવાર દરમ્યાન મરણ થયેલ હોય જેથી બી.એન.એસ.-૨૦૨૩ ની કલમ- 103(1) ખુનની કલમ ઉમેરો કરવામાં આવેલ છે.
જે ચકચારી ફાયરીંગ વીથ મર્ડર ના બનાવ અનુસંધાને જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી.ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક એ આ ગુનાના કામના નાશી ગયેલ આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા માટે સુચના કરતા એલ.સી.બી., એસ.ઓ.જી., વેરાવળ સીટી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો દ્વારા જીલ્લામાં નાકાબંધી કરવામાં આવેલ. આ અંગે સીટી પીઆઈ જે.એન.ગઢવી, એલ.સી.બી.ના ઇન્ચા. પો.ઇન્સ.એ.સી.સિંધવ,પો. સબ.ઇન્સ. એચ.એલ. જેબલીયા, એ.બી. ગોહિલ તથા એસ.ઓ.જી.ઇન્ચા. પીઆઈ ડી.એમ.કાગડા, રીનાબેન એચ.સુવા તથા તેમની ટીમના માણસો અલગ દીશાઓમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન નાઓના ખાનગી બાતમીદારો, હ્યુમન સોર્સીસ, ટેકનિકલ એનાલીસીસ, સીસીટીવી ફુટેજ વિગેરેથી એકત્રિત થયેલ માહીતીના આધારે કેશોદ બાયપાસ પાસેથી ફારૂકભાઇ ઉર્ફે ફારૂક મોલાના ઇસ્માઇલભાઇ નાખવા ઉ.વ.૬૦, ફાયરીંગ કરનાર, અનીશ રહેમાનભાઇ કુરેશી ઉ.વ.૨૩, ધંધો.ડ્રાઇવીંગ, સમીર ઉર્ફે બાલી યુસુફભાઇ ચૌહાણ ઉ.વ.૩૧, રહે.બધા વેરાવળ અને તાલાલા પો.સ્ટે. વિસ્તારના ઉમરેઠી ડેમ પાસેથી જાવેદ ફારૂક મોલાના ને પકડી પાડી હસ્તગત કરી દેશી હાથ બનાવટની પિસ્તોલ -૧ તથા જીવતા કારતુસ અને મોપેડ બર્ગમેન ૩ કબ્જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ કામેના આરોપી ફારૂક મોલાનાને ટ્રાન્સપોર્ટનો ધંધો હોય અને આ કામેના મરણજનાર જાહીદભાઇને ટ્રાન્સપોર્ટનો ધંધો ચાલુ કરવાનો હોય. જેથી આ કામના આરોપીને ધંધામાં નુકશાની જવાના ડરથી મરણ જનાર સાથે મનદુખ રાખી આ કામના અન્ય આરોપીઓ સાથે મળી જાનથી મારી નાખવાના ઇરાદા થી જમણી આંખના ઉપરના ભાગે કપાળમાં ગોળી મારી દઇ મોત નિપજાવેલ છે. આ ઉપરાંત ચૂંટણીમાં પણ મન દુ:ખ થયેલાનું જણાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ