




પોરબંદર, 22 મે (હિ.સ.) : પોરબંદરમાં થયેલ હત્યાના બનાવમાં સંડોવાયેલ યુવતી અને તેના માતા-પિતા શહેર છોડીને ભાગી જાય તે પહેલા પોલીસે પકડી લીધા હતા.
પોરબંદરના બિરલા હોલ પાછળ રહેતા અને મોબાઇલનો વ્યવસાય કરતા હિતન પોપટ અગાઉ ગરબા શીખવાડતો ત્યારે તેની સાથે પરિચયમાં આવેલી પોરબંરના ફાયરબ્રિગેડ સામે શ્રીજીસંકુલ એપાર્ટમેન્ટમાં રહેતી સુહાસી જગદીશ રાયચુરા સાથે સગાઇ થયા બાદ અવારનવાર ઝઘડા થતા હતા. આથી હિતે સગાઇ તોડવાનુ નકકી કરતા તેના ઘરે આવેલી સુહાસીએ હિત અને તેના પરિવારજનો સાથે ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ તેના પિતા જગદીશ અને માતા શિલ્પા ત્યાં આવી ગયા હતા અને તેઓએ પણ હિત અને તેના પરિવારજનો સાથે મારામારી અને માથાકૂટ કરી હીત. જૂનાગઢથી પુરુસોતમ માસ નિમિત્તે પીયરીયે આવેલી વૃન્દા વિશાલકુમાર નિર્મળને આ ઝપાઝપીમાં સુહાસી અને તેની માતા શિલ્પાએ ધકકો મારી દેતા કબાટમાં માથુ અથડાયા બાદ વૃન્દા બેભાન થઇ ગઈ હતી અને હોસ્પિટલે લઇ જવાતા તે મૃત જાહેર કરવામાં આવી હતી અને ખૂનનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.
નણંદ વૃંદા વિશાલકુમાર નિર્મળની હત્યાના ગુનામાં સંડોવાયેલ મૃતક વૃંદા ના ભાઈ હિત પોપટની મંગેતર સુહાસી જગદીશ રાયચુરા તથા તેનો પિતા જગદીશ લીલાધર અને માતા શિલ્પાબેન ત્રણેય હત્યા પછી પોતાના ઘરે ગયા હતા અને ત્યાંથી બહાર ભાગી જવાની તૈયારી કરતા હતા ત્યારે જ પોલીસને માહિતી મળતા કમલાબાગ પોલીસ મથકના ઈન્સ્પેક્ટર આર.જે.રામ ના માર્ગદર્શન હેઠળ દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં હેડકોન્સ્ટેબલ ભીમશી પરબતભાઈ, નરેન્દ્ર ત્રિકમભાઈ, કોન્સ્ટેબલ સાજન રામશીભાઈ, દેવેન્દ્રસિંહ રણજીતસિંહ, વિજય ખીમાભાઈ, સુરેશ કિસાભાઇ, દક્ષાબેન ગિજુભાઈ વગેરે એ તાત્કાલિક તેના મકાને જઈને ત્રણેયને પકડી પાડયા હતા તથા આગળની પૂછપરછ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya