બોટાદ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર તરીકે હર્ષદ વોરાએ સંભાળ્યો પદભાર
બોટાદ, 22 મે (હિ.સ.) : બોટાદ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર તરીકે વર્ષ 2014 બેચના આઈ.એ.એસ. અધિકારી હર્ષદ વોરા એ આજે સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે દર્શન કરી વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલ
ભાવનગર


બોટાદ, 22 મે (હિ.સ.) : બોટાદ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર તરીકે વર્ષ 2014 બેચના આઈ.એ.એસ. અધિકારી હર્ષદ વોરા એ આજે સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે દર્શન કરી વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી વહીવટી બદલીઓ અંતર્ગત તેમની બોટાદ જિલ્લાના કલેક્ટર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. અનુભવી અને વિકાસલક્ષી દ્રષ્ટિકોણ ધરાવતા હર્ષદ વોરાએ પદભાર સંભાળતાની સાથે જ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

પદભાર સંભાળ્યા બાદ તેમણે જણાવ્યું હતું કે જિલ્લાના પ્રાણ પ્રશ્નોના નિરાકરણ સાથે સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને વિકાસ પ્રોજેક્ટ્સના ઝડપી તથા અસરકારક અમલીકરણને પ્રાથમિકતા આપવામાં આવશે. આગામી સમયમાં પ્રવેશોત્સવ, પુનઃપ્રવેશોત્સવ અને વસ્તી ગણતરી જેવી મહત્વપૂર્ણ કામગીરી આયોજનબદ્ધ રીતે પૂર્ણ થાય તે માટે ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જિલ્લામાં ચાલી રહેલા વિકાસ કાર્યો ગુણવત્તાસભર રીતે સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે સતત મોનિટરિંગ પણ હાથ ધરાશે.

અત્રે નોંધનીય છે કે હર્ષદ વોરા અગાઉ સાબરકાંઠા જિલ્લો ખાતે જિલ્લા વિકાસ અધિકારી તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી ચૂક્યા છે. તેમણે એમ.એ., એમ.બી.એ. ઉપરાંત સાયબર લો, ઇન્ટેલિજન્ટ પ્રોપર્ટી રાઈટ્સ અને ફૂડ એન્ડ ન્યુટ્રિશન જેવા વિષયોમાં ડિપ્લોમા અભ્યાસ પૂર્ણ કર્યો છે. બનાસકાંઠા, પાટણ, કચ્છ, અમદાવાદ, મહેસાણા, રાજકોટ અને ગોધરા સહિતના જિલ્લાઓમાં વિવિધ જવાબદારીઓ નિભાવી ચૂકેલા હર્ષદ વોરાએ કચ્છમાં ભૂકંપ અને અછત તેમજ અમદાવાદમાં કોરોના મહામારી દરમિયાન નોંધપાત્ર કામગીરી બજાવી હતી.

તેમના માર્ગદર્શન હેઠળ આરોગ્ય અને સામાજિક કલ્યાણ ક્ષેત્રે અનેક નવતર પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક અમલમાં મુકાયા હતા. દિવ્યાંગજન કલ્યાણ અભિયાન માટે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું હતું, જ્યારે “લાલન-પાલન” અને “હેત” જેવા પ્રોજેક્ટ્સને રાષ્ટ્રીય સ્તરે પ્રશંસા મળી હતી. બોટાદ જિલ્લાના વિકાસને નવી દિશા આપવા માટે ટીમ ભાવના સાથે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા પણ તેમણે વ્યક્ત કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande