વિશ્વ હાઇપરટેન્શન દિવસ નિમિત્તે બોટાદમાં હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો, 105 લોકોએ લીધો લાભ
બોટાદ, 22 મે (હિ.સ.) : બોટાદ જિલ્લામાં “વિશ્વ હાઇપરટેન્શન દિવસ” નિમિત્તે “હાઇપરટેન્શનને એકસાથે નિયંત્રિત કરો, તમારા બ્લડ પ્રેશરને નિયમિત તપાસો, સાયલન્ટ કિલરને હરાવો” થીમ હેઠળ વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત બોટાદ શહે
ભાવનગર


બોટાદ, 22 મે (હિ.સ.) : બોટાદ જિલ્લામાં “વિશ્વ હાઇપરટેન્શન દિવસ” નિમિત્તે “હાઇપરટેન્શનને એકસાથે નિયંત્રિત કરો, તમારા બ્લડ પ્રેશરને નિયમિત તપાસો, સાયલન્ટ કિલરને હરાવો” થીમ હેઠળ વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત બોટાદ શહેરના એસ.ટી. બસ સ્ટેશન ખાતે જિલ્લા આરોગ્ય શાખા દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો, જેમાં 105 જેટલા લોકોએ આરોગ્ય તપાસનો લાભ લીધો હતો. કેમ્પ દરમિયાન પાંચ વ્યક્તિઓમાં હાઇપરટેન્શનનું નિદાન થયું હતું.

આ કેમ્પ દ્વારા લોકોને હાઇપરટેન્શન અંગે જાગૃત કરવા સાથે નિયમિત બ્લડ પ્રેશર ચેક કરાવવાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું હતું કે, શરીરમાં બ્લડ પ્રેશરનું નિયમિત માપન હાઇપરટેન્શનના નિવારણ અને નિયંત્રણ માટેનું પ્રથમ પગલું છે. દરેક વ્યક્તિએ પોતાના બ્લડ પ્રેશરના આંકડા અંગે જાણકારી રાખવી જરૂરી છે.

જાહેર જનતાને સમજાવવામાં આવ્યું હતું કે હાઇપરટેન્શનને યોગ્ય જીવનશૈલી દ્વારા અટકાવી અને નિયંત્રિત કરી શકાય છે. સ્વસ્થ આહાર, નિયમિત કસરત, તમાકુ અને દારૂથી દૂર રહેવું તેમજ સમયસર દવાઓ લેવી એ ગંભીર જોખમને ઘટાડવામાં મદદરૂપ બને છે. આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે મોટાભાગના લોકોને પોતે હાઇપરટેન્શનના દર્દી છે તેની જાણ પણ હોતી નથી, તેથી સમયાંતરે સ્ક્રીનિંગ અને નિયમિત ચેકઅપ જરૂરી છે.

જિલ્લાના તમામ આયુષ્માન આરોગ્ય મંદિરો ખાતે તા. ૧૭ થી ૨૩ મે દરમિયાન એક સપ્તાહ સુધી હાઇપરટેન્શન અંગે જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો અને આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે. લોકોને નિદાન, સારવાર અને લાંબા ગાળાની કાળજી અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ વધુ માહિતી આપી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande