વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં આજે જનભાગીદારી અભિયાન, વિવિધ સરકારી યોજનાઓનો મળશે લાભ
વલસાડ, 22 મે (હિ.સ.) : ભારત સરકાર દ્વારા ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન તથા પ્રધાનમંત્રી જનજાતિય ન્યાય મહા અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તા. ૨૨ મેના રોજ “જનભાગીદારી (સબસે દૂર, સબસે પહેલે)” અભિયાન યોજાનાર છે. આ અભિયાન હેઠળ જિ
જન ભાગી દારી કાર્યકર્મ


વલસાડ, 22 મે (હિ.સ.) : ભારત સરકાર દ્વારા ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન તથા પ્રધાનમંત્રી જનજાતિય ન્યાય મહા અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તા. ૨૨ મેના રોજ “જનભાગીદારી (સબસે દૂર, સબસે પહેલે)” અભિયાન યોજાનાર છે. આ અભિયાન હેઠળ જિલ્લાના છ તાલુકાના વિવિધ ગામોમાં કેમ્પ યોજાઈ લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓનો સીધો લાભ આપવામાં આવશે.

પારડી તાલુકાના આમળી ગામની પ્રાથમિક શાળામાં આયોજિત કેમ્પમાં આમળી, વેલપરવા, તરમાલિયા અને વરઈ ગામના લોકો લાભ લઈ શકશે. નાનાપોંઢા તાલુકાના ઓઝરડા ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં માંડવા, જીરવલ, ઓઝરડા, ખુંટલી, આમધા, અરણાઈ અને નળીમધની ગામોને આવરી લેવામાં આવ્યા છે. ધરમપુર તાલુકાના પૈખેડ ગામ ખાતે યોજાનાર કેમ્પમાં સાદડવેરા, સામરસીંગી, ખડકી, ચવરા, ગુંદીયા, પૌખેડ, મોટી અને નાની કોસબાડી, તુતરખેડ, અવલખંડી, સિંગારમાળ, મોટી-નાની કોરવળ, ઢાંકવળ, મોહના કાવચાલી અને મોહપાડા ગામના લોકો લાભ લઈ શકશે.

વલસાડ તાલુકાના રોણવેલ ગ્રામ પંચાયત કચેરી ખાતે યોજાનાર કેમ્પમાં રોણવેલ, દુલસાડ, મરલા, વલંડી, રાબડા અને નવેરા ગામોને આવરી લેવામાં આવ્યા છે. ઉમરગામ તાલુકાના અચ્છારી ગ્રામ પંચાયત ખાતે વલવાડા, બોરલાઈ, બોરીગામ, કચીગામ અને અચ્છારી ગામના લાભાર્થીઓને લાભ મળશે. કપરાડા તાલુકાના ભવાડા જાગીરા ગ્રામ પંચાયત ખાતે યોજાનાર કેમ્પમાં ભવાડા જાગીરી, ઘોટણ, માની, બોરપાડા, ટોકરપાડા, રાહોર, નારવડ, દિક્ષલ અને ચાવશાળા ગામના લાભાર્થીઓ ભાગ લઈ શકશે.

આ કેમ્પમાં આધાર કાર્ડ, પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના, પીએમ ઉજ્જવલા યોજના, આયુષ્માન કાર્ડ, પીએમ કિસાન, કિસાન ક્રેડિટ કાર્ડ, પીએમ જનધન યોજના, પેન્શન યોજના, વીમા યોજના, પીએમ વિશ્વકર્મા, નલ સે જલ યોજના અને NFSA સહિત વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande