જામનગરની પરિણીતાને દહેજ ભુખ્યા સાસરિયાઓનો સિતમ : પતિ, સાસુ સહિત છ સામે નોંધાવી ફરિયાદ
જામનગર, 22 મે (હિ.સ.) : જામનગર શહેરની એક પરિણીતાએ પોતાના પતિ, સાસુ, જેઠ-જેઠાણી તથા નણંદો સામે દહેજની માંગણી, શારીરિક અને માનસિક ત્રાસ તેમજ મારકૂટ અંગે મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી સેનીલાબેન રફ
ફરિયાદ


જામનગર, 22 મે (હિ.સ.) : જામનગર શહેરની એક પરિણીતાએ પોતાના પતિ, સાસુ, જેઠ-જેઠાણી તથા નણંદો સામે દહેજની માંગણી, શારીરિક અને માનસિક ત્રાસ તેમજ મારકૂટ અંગે મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ફરિયાદી સેનીલાબેન રફીક અબ્દુલ સુમરા (રહે. શંકર ટેકરી નવી નિશાળ પાસે, જામનગર) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ તેમના લગ્ન તા.17.11.2020ના રોજ થયા બાદ સાસરીયા પક્ષ દ્વારા સતત ત્રાસ આપવામાં આવતો હતો.

ફરિયાદ મુજબ પતિ રફીક અબ્દુલ સુમરા, જેઠ હનીફ અબ્દુલ સુમરા, જેઠાણી કુલ્સમ હનીફ સુમરા, સાસુ હલીમા અબ્દુલ સુમરા, નણંદ હમીદા સાબીરભાઈ સુમરા તથા નણંદ શેનાઝ રહાક સુમરા (રહે. રબાની સોસાયટી, કાલાવડ નાકા બહાર, જામનગર) દ્વારા નાની નાની બાબતોમાં ઝઘડા કરી પરિણીતાને માનસિક તથા શારીરિક દુઃખ ત્રાસ આપવામાં આવતો હતો.

આરોપીઓ પરિણીતાને અવારનવાર ગાળો આપી મારકૂટ કરતા તેમજ માવતરીયા પાસેથી પૈસાની માંગણી કરતા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે જામનગર મહિલા પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 85, 115 (2), 352, 54 તથા દહેજ પ્રતિબંધક ધારાની કલમ 4 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande