
પોરબંદર, 22 મે (હિ.સ.) પોરબંદર જિલ્લા રોજગાર કચેરી દ્વારા આગામી 25 મે ના રોજ ડો.વી.આર ગોઢાણીયા બી.એડ કોલેજ ,પોરબંદર ખાતે રોજગારી મેળવવા ઈચ્છુક ઉમેદવારો માટે ખાસ શૈક્ષણિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ ભરતી મેળામાં પોરબંદર જિલ્લાના આશરે 25 થી વધુ ખાનગી શાળાઓના નોકરીદાતાઓ હાજર રહેવાના છે.
જેમાં કોઈ પણ વિષયના ગ્રેજયુએટ અને પોસ્ટ ગ્રેજયુએટ સુધી અભ્યાસ ધરાવતા રોજગાર વાંચ્છું ઉમેદવારો માટે ઈન્ટરવ્યુંનું આયોજન કરવામાં આવ્યુ છે. વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરી પોરબંદરના ઓફિશિયલ ઇંસ્ટાગ્રામ પેજ mcc_porbandar પર સંપર્ક કરવો.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya