પોરબંદર મહાનગરપાલિકાના સ્વ-ગણતરી અભિયાનમાં પત્રકાર મિત્રો જોડાયા.
પોરબંદર, 22 મે (હિ.સ.) ભારત સરકાર દ્વારા હાથ ધરાયેલ “ભારતની જનગણના 2027” અંતર્ગત સ્વ-ગણતરી (Self Enumeration) અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે પોરબંદર મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શનમાં જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું
પોરબંદર મહાનગરપાલિકાના સ્વ-ગણતરી અભિયાનમાં પત્રકાર મિત્રો જોડાયા.


પોરબંદર મહાનગરપાલિકાના સ્વ-ગણતરી અભિયાનમાં પત્રકાર મિત્રો જોડાયા.


પોરબંદર, 22 મે (હિ.સ.) ભારત સરકાર દ્વારા હાથ ધરાયેલ “ભારતની જનગણના 2027” અંતર્ગત સ્વ-ગણતરી (Self Enumeration) અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે પોરબંદર મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શનમાં જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં પત્રકાર મિત્રો સક્રિય રીતે જોડાયા હતા.

આ પ્રસંગે પત્રકાર મિત્રોને જનગણના 2027 ની સમગ્ર પ્રક્રિયા, સ્વ-ગણતરીનું મહત્વ, ઘરયાદી અને મકાનોની ગણતરી, તેમજ ડિજિટલ પોર્ટલ મારફતે માહિતી નોંધાવવાની પ્રક્રિયા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જનગણના માત્ર વસ્તીની ગણતરી નહીં પરંતુ દેશના ભવિષ્યના વિકાસ અને સુવિધાઓના આયોજન માટેનો મજબૂત આધાર હોવાનું વધુમાં વધુ જનજાગૃતિના આશાયથી સમજાવવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન પત્રકાર મિત્રોએ મહાનગરપાલિકા ખાતે હાજર રહી પોતાના મોબાઈલ ફોન દ્વારા જનગણનાના ઓનલાઈન પોર્ટલ પર જઈ જાતે જ પોતાની વિગતો અપલોડ કરી સ્વ-ગણતરી પ્રક્રિયામાં સહભાગિતા નોંધાવી હતી.

આ અભિયાનમાં પત્રકારોની સક્રિય ભાગીદારીથી લોકોમાં વધુ જાગૃતિ ફેલાય અને નાગરિકો પણ સ્વયંપ્રેરિત બની સ્વ-ગણતરીમાં જોડાય તેવો આશય વ્યક્ત કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકા દ્વારા જણાવાયું હતું કે જનગણનાના આંકડાઓના આધારે ભવિષ્યમાં પાણી, રસ્તા, આરોગ્ય, શિક્ષણ, આવાસ, ગટર, મહિલા અને બાળ કલ્યાણ જેવી અનેક વિકાસલક્ષી યોજનાઓનું આયોજન કરવામાં આવે છે.

તેથી દરેક નાગરિકે સાચી અને સંપૂર્ણ માહિતી આપવી અત્યંત જરૂરી છે. “સાચી માહિતી — વિકસિત ભારત”ના સંકલ્પ સાથે સ્વ-ગણતરી અભિયાનમાં જોડાઈ ભારત સરકારના આ મહાઅભિયાનને સફળ બનાવવા લોકોને અપીલ કરવામાં આવી હતી. આ તકે પત્રકાર મિત્રોની સાથે મહાનગરપાલિકાના વસ્તી ગણતરી શાખાના નોડલ અધિકારી મુકેશ ડી. મકવાણા, ચાર્જ ઓફિસર જે. વી. પરમાર, ચાર્જ ઓફિસર સી. કે. વિસાણી સહિત ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande