જૂનાગઢ તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્ર વ્યવસ્થાપકની ભરતી ઇચ્છુક ઉમેદવારોએ તા. 03 જુન સુધીમાં અરજી કરવી
જુનાગઢ, 22 મે (હિ.સ.) : જૂનાગઢ (ગ્રામ્ય) તાલુકાના મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રો તલિયાઘર પ્રા. શાળા, ઈટાળા પ્રા. શાળા, બેલા પ્રા. શાળા, જુના ડુંગરપુર પ્રા. શાળા અને ઈવનગર પ્રા. શાળાના કેન્દ્રમાં કેન્દ્ર વ્યવસ્થાપકની નિયત માનદવેતનથી ખંડ સમય માટે ત
જૂનાગઢ તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્ર વ્યવસ્થાપકની ભરતી ઇચ્છુક ઉમેદવારોએ તા. 03 જુન સુધીમાં અરજી કરવી


જુનાગઢ, 22 મે (હિ.સ.) : જૂનાગઢ (ગ્રામ્ય) તાલુકાના મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રો તલિયાઘર પ્રા. શાળા, ઈટાળા પ્રા. શાળા, બેલા પ્રા. શાળા, જુના ડુંગરપુર પ્રા. શાળા અને ઈવનગર પ્રા. શાળાના કેન્દ્રમાં કેન્દ્ર વ્યવસ્થાપકની નિયત માનદવેતનથી ખંડ સમય માટે તદ્દન હંગામી ધોરણે નિમણૂક આપવાની થાય છે. જેમાં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોમાં ઉમેદવારી નોંઘાવવા ઈચ્છતા ઉમેદવારોએ નિયત નમુનામાં અરજી સાથે જરૂરી તમામ આધાર પુરાવા સાથે કચેરી સમય દરમિયાન મામલતદાર કચેરી, મઘ્યાહન ભોજન શાખા, સરદાર બાગ, જૂનાગઢ(ગ્રામ્ય) નો સંપર્ક કરવો અને તા. ૦૩ જૂન ૨૦૨૬ સુધીમાં અરજી કરવાની રહેશે. તેમ જૂનાગઢ(ગ્રામ્ય) મામલતદાર દ્વારા એક અખબારી યાદીમાં જણાવેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande