આદીપુરમાં એલસીબીનો દરોડો : લાખો રૂપિયાના અંગ્રેજી દારૂ સાથે એક ઝડપાયો, ત્રણ ફરાર
કચ્છ, 22 મે (હિ.સ.) : પૂર્વ કચ્છ જિલ્લામાં પ્રોહીબીશનના ગુનાઓને અંકુશમાં લેવા પોલીસ તંત્ર વધુ સક્રિય બન્યું છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચે આદીપુર વિસ્તારમાં સફળ દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પ
આદિપુર દારૂ કેસનો આરોપી


કચ્છ, 22 મે (હિ.સ.) : પૂર્વ કચ્છ જિલ્લામાં પ્રોહીબીશનના ગુનાઓને અંકુશમાં લેવા પોલીસ તંત્ર વધુ સક્રિય બન્યું છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચે આદીપુર વિસ્તારમાં સફળ દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી મુજબ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસની ટીમ આદીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે અંજાર તાલુકાના મેઘપર બોરીચી વિસ્તારમાં રહેતો કિશન શામજી ઘેડા ઉર્ફે મહેશ્વરી સ્પિનિંગ મીલ સામે આવેલી ગલીમાં ભાડાના રૂમમાં અંગ્રેજી દારૂનો જથ્થો સંગ્રહ કરી વેચાણની પ્રવૃત્તિ ચલાવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર ગોઠવણબદ્ધ રીતે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન રૂમમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી કિશન શામજી ઘેડાની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય ત્રણ શખ્સો ફરાર હોવાનું બહાર આવ્યું છે. ફરાર આરોપીઓમાં શૈલેષ ઉર્ફે ભલો શામજીભાઈ ઘેડા, ફીરોજ નોડે અને એક અજાણ્યા વ્યક્તિનો સમાવેશ થાય છે.

દરોડા દરમિયાન પોલીસે ૭૫૦ એમએલની વિદેશી દારૂની બોટલો, ૧૮૦ એમએલની બોટલો તેમજ બિયરના ટીન સહિતનો જથ્થો જપ્ત કર્યો હતો. ઉપરાંત બે મોબાઇલ ફોન અને રોકડ રકમ પણ કબજે લેવામાં આવી હતી. સમગ્ર મુદ્દામાલની કિંમત અંદાજે રૂ. ૧.૬૫ લાખથી વધુ હોવાનું પોલીસે જણાવ્યું છે.

આ સમગ્ર કાર્યવાહી બાદ ઝડપાયેલા આરોપી અને જપ્ત કરાયેલા મુદ્દામાલને આગળની કાયદેસરની કાર્યવાહી માટે આદીપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર જે.એમ. વાળા, પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.જી. પટેલ અને એલસીબી સ્ટાફની સતર્ક કામગીરીને કારણે જિલ્લામાં ચાલી રહેલી પ્રોહીબીશનની પ્રવૃત્તિઓ સામે વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી હોવાનું માનવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande