VNSGU ખાતે 23મીએ મેગા રોજગાર ભરતી મેળો યોજાશે
- ધો. 10 પાસથી લઈને અનુસ્નાતક સુધીના ઉમેદવારો ભાગ લઈ શકશે. સુરત, 22 મે (હિ.સ.) : રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, સુરત તેમજ વીર નર્મદ દ. ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ના સંયુક્ત ઉપક્રમે આગામી તા.23/0
Veer Narmad South Gujarat University


- ધો. 10 પાસથી લઈને અનુસ્નાતક સુધીના ઉમેદવારો ભાગ લઈ શકશે.

સુરત, 22 મે (હિ.સ.) : રાજ્યના શ્રમ, કૌશલ્ય

વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, સુરત

તેમજ વીર નર્મદ દ. ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ના

સંયુક્ત ઉપક્રમે આગામી તા.23/05/2026ના રોજ સવારે 10:00 કલાકે VNSGUના

શ્રીમદ રાજચંદ્ર પ્રાર્થના હોલમાં મેગા રોજગાર ભરતી મેળો યોજાશે.

ભરતી મેળામાં સુરત અને આસપાસના વિસ્તારના અંદાજે 20 જેટલા પ્રતિષ્ઠિત

નોકરીદાતાઓ (એમ્પ્લોયર્સ) ઉપસ્થિત રહીને લાયક ઉમેદવારોની પસંદગી કરશે. શૈક્ષણિક

લાયકાતમાં ધો-10 પાસ, 12 પાસ, આઈ.ટી.આઈ., ડિપ્લોમા, ગ્રેજ્યુએટ

(સ્નાતક) તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ (અનુસ્નાતક) સુધીની લાયકાત ધરાવતા તમામ પ્રવાહના

ફ્રેશર અને અનુભવી ઉમેદવારો આ ભરતી મેળામાં ભાગ લઈ શકશે. ઉમેદવારોએ ગુગલ ફોર્મની

લિંક https://forms.gle/tmWNL4TCC1zEX3h16

પર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરવું. ભરતી મેળામાં ભાગ લેવા ઈચ્છતા

તમામ રસ ધરાવતા ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, બાયોડેટા અને જરૂરી ડોક્યુમેન્ટસ સાથે નિયત સમયે અને સ્થળે ઉપસ્થિત રહેવા મદદનીશ

નિયામક (રોજગાર)ની એ જણાવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande